SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરુદેવ કહે છે... પુણ્ય કાચું છે, મને માયકાંગલું છે, કે ભારે છે, કુસંસ્કારો ગાઢ છે અને છતાં હૈયે જો નિશ્ચિતતા અનુભવાય છે તો મોત પછી જવાનું ક્યાં ? આપની નિશ્રામાં અંજનશલાકા ચાહે મલાડમાં થઈ કે માલેગામમાં થઈ, અહમદનગરમાં થઈ કે ખંભાતમાં થઈ, એક પણે અંજનશલાકા એવી નથી ગઈ કે જે અંજનશલાકા મહોત્સવના બધા જ દિવસોમાં આપે આયંબિલ ન કર્યા હોય. | ક્યારેક આપનું શરીર વ્યાધિગ્રસ્ત પણ હતું તો ક્યારેક આપનું શરીર શ્રમગ્રસ્ત પણ હતું છતાં એની પરવા કર્યા વિના આપે સમસ્ત અંજનશલાકા આયંબિલથી જ ઊજવી છે. ખંભાતની અંજનશલાકા દરમ્યાન તો આપને વિનંતિ પણ કરી હતી કે 'ગુરુદેવ, હવે આયંબિલને બદલે એકાશન-બિયાસણ કરી લો ને ? બહુ કર્યા આયંબિલ !” ‘રત્નસુંદર, પ્રભુની પ્રતિમાને અંજન કરવાનું હોય આપણે અને આયંબિલ ચાલતા હોય તો એ અંજન થોડુંક વધુ પ્રાણવાન બને એવું મને લાગે છે. અંજન બાદ જે પ્રતિમા 'પ્રભુસ્વરૂપ' બની જવાની હોય એ પ્રતિમાને મહિમાવંતી બનાવવી આટલો નાનકડો ભોગ તો આપણે આપવો જ જોઈએ ને ?' ગુરુદેવ, બોલિંગ ક્ષેત્રે, બૅટિંગ ક્ષેત્રે, ફિલ્ડિંગ ક્ષેત્રે, વિકેટકીપિંગ ક્ષેત્ર, કપ્તાન ક્ષેત્ર, ઉપકપ્તાન ક્ષેત્રે, અમ્પયાર ક્ષેત્રે બધે જ આપ નંબર ‘એક’ પર હતા. મને આપની ટીમમાં બારમાં ખેલાડી તરીકેનું સ્થાન તો આપી દો
SR No.008931
Book TitleOxygen
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy