SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ | ભરૂચથી જંબુસર તરફના વિહારમાં આપણે હતા અને ગુરુદેવ, જે મુનિવર પાસે આપના દાંતનું ચોકઠું રહેતું હતું એ ચોકઠાની ડબ્બી એ મુનિવરના પાકીટમાંથી રસ્તામાં ક્યાંક પડી ગઈ હતી. મકાને આવ્યા, આપ વાપરવા બેઠા અને આપે ચોકઠું માગ્યું. ત્યારે ખ્યાલ આવ્યો એ મુનિવરને કે ચોકઠું તો પાકીટમાં છે જ નહીં. ડરતાં ડરતાં એ મુનિવરે આપની સમક્ષ એ હકીકત જણાવી. આપે વગર ચોકઠાએ જેમતેમ ગોચરી વાપરી તો લીધી પણ એ ચોકઠું શોધવા રસ્તા પર માણસો મોકલવા પડ્યા, ચોકઠું ન જ મળવાથી દાંતના ડૉક્ટરને ભરૂચથી બોલાવવા પડ્યા, નવા ચોકઠાનું માપ લેવા એ ડૉક્ટરે જે આરંભ-સમારંભ કર્યો એ જોઈને આપ કઈ હદે વ્યધિત થયા એ મેં નજરોનજર નિહાળ્યું. આપ એ દિવસની આખી રાત આ વેદનામાં સૂતા નહીં. આપને રાતના પડખાં ઘસતાં જોઈને મેં પૂછી લીધું. ‘ઊંઘ નથી આવતી ?" ‘આંખ સામે આટલો આરંભ-સમારંભ જોચા પછી ઊંઘ આવે જ શી રીતે ?' આપનો આ જવાબ હતો. ગઈવ આવું કોમળ હd આપનું હૈયું, આવી પાપભીરુતા હતી આપની. વિશઘનાથી. વલોવાઈ જાય એવી હતી અપની ચિત્તવૃત્તિ કર્યા સરનામે આ બધું અમને જે લેવી. મળશે ? ગુરુદેવ કહે છે... માણસ અભિમાન રાખે કે હું બધું સારું કરી દઉં. હું ધાર્યું પાર પાડી દઉં તો એ હું પર અભિમાન કેટલું વાજબી છે? વિકટ સંયોગોમાં ખોટી ધારણાઓ કરી અભિમાનથી અપકૃત્ય કરવાને બદલે અરિહંત પ્રભુની ભકિત તથા તપસ્યા વધારવી એમાં ડહાપણ છે.
SR No.008931
Book TitleOxygen
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy