SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરુદેવ કહે છે... દીના દુશમનની આ સ્થિતિ છે કે અવસરે એ મહાન મિત્ર જેવું કામ આપે, મિત્ર જેવી સલાહ આપે પણ વિશ્વાસઘાત ને કરે, દુમન પદ્ધ દીનો સારો. મૂર્ખ મિત્ર ખોટો. આજે દેરાસરમાં ચૈત્યવંદન કર્યુ પરમાત્મા રાષભદેવ સન્મ ખ, સ્તવન લલકાયું ગુરુ દંવ આપે, સ્તવન હતું “જગજીવન જગવાહો મરુદેવાનો નંદ લાલ રે’ નું. સ્તવનના રચયિતા હતા પૂજયપાદ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ. | દેરાસરમાંથી બહાર નીકળી મકાને આવ્યા. અને ગુરુદેવ, આપને મે એટલું જ કહ્યું કે આજે આપ ખૂબ ખીલ્યા. શું સ્તવન જમાવ્યું છે આપે, સહુનાં દિલ તરબતર થઈ ગયા.' 'રત્નસુંદર, જ્યાં તું સ્તવન જામી ગયાની વાત કરે છે ? આપણે તો એ સ્તવનને મધુર કંઠ દ્વારા જમાવી એ પણ એ સ્તવનની રચના હૃદયના જે ભાવોમાંથી થઈ હશે એ ભાવોનું સ્વામિત્વ આપણી પાસે ક્યાં ? સાચું કહું? જ્યાં સુધી ઉપાધ્યાયજી મહારાજનાં શબ્દો આપણી શક્ય ન બની જય ત્યાં સુધી એ સ્તવન જીયું જ ન કહેવાય. કચારે એવા ભાવો આપણા હૃદયમાં ઊઠવા લાગશે ? | ગુરુદેવ ! એક યોગ તો આપ એવો બતાવો કે જેમાં આપ સંતુષ્ટ હતા ? સ્વાધ્યાય આપને ઓછો લાગતો હતો, તપશ્ચર્યા આપને ઓછી લાગતી હતી તો ભકિત આપને ઓછી લાગતી હતી ! આપના જેવા લોંભીને કર્મસત્તા લાંબા સમય સુધી આ સંસારમાં રહેવા દે એવું મને નથી લાગતું.
SR No.008931
Book TitleOxygen
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy