SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરુદેવ કહે છે.. જ્યાં ધર્મ ચુકયાનો ખેદ નહીં ત્યાં ધર્મની અત્યંત કક્ષતા લાગે # એ જો ન લાગે તો એના સુસંસ્કાર પડે શી રીતે ? અને એ ો ન પડે તો ભવિષ્યમાં . ધમમમતા મને શી રીતે ? એ જો નું મળે તો જીવન કેવું પાપભર્યું અને પાપનો ચડેસવાનું બન્યું રહે છે બીજી બાજુ વિષયોનો જે રસ પોષ્યો હોય એના કુસંસ્કારો કેટલો અનર્થ સર્જે ? જે બપોરના આપનાં વસ્ત્રોનો કાપ કાઢ્યો હતો. વરત્રો બધા જ બદલ્યા હતા તો સાથે, મુહપત્તિ પણ આપની બદલી હતી. સાંજના આપ પ્રતિલેખનના આદેશ માગી રહ્યા હતા અને આપના હાથમાં રહેલ મુહંપત્તિનું પ્રતિલેખન કરવા આપ મુહપત્તિ ખોલવાનો પ્રયાસ કરી રહ્યા હતા પણ મુહપત્તિનું કાપડે એવું કડક હતું કે મુહપત્તિ કેમેય કરીને ખૂલતી નહોતી. થોડાક વધુ પ્રયાસ બાદ, મુહપત્તિ ખૂલી તો ગઈ પણ પછી આપે મને બોલાવીને કડક સૂચના આપી દીધી. - 'જો રત્નસુંદર, તારી પાસે સમય જ સમય હોય અને તારે આવી મુહપત્તિ વાપરવી હોય તો, મને કોઈ વાંધો નથી પણ મારું એક પણ ઉપકરણ તારે એવું નથી રાખવાનું કે જે મારો સમય બગાડતું, રા, સંયમજીવનની એક એક પળ મલામલી છે. એને વેડફી નાખવાનું તને ભલે પરવકતા લેય, મને તો બિલકુલ પરવડે તેમ નથી. આખરે, ટૂંકી જિંદગીમાં કામો કેટલાં બધાં કરી, લેવાનો છે ? ગુરુદેવ ! વેશઈ જતા સમય પાછળ આપ કેટલા બધા વ્યથિત થઈ જતા હતા એ મેં નજરોનજર નિહાળ્યું છે. વ્યથાથી વલોવાઈ જતું આ પાવન હૈયું આ જનમમાં અમારા સ્વપ્નનો વિષય પણ ક્યારેય બનશે ખરું ?
SR No.008931
Book TitleOxygen
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy