SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ થયો. પરંપરાએ ગણધર થઈ મોક્ષ જશે. મહાવીર પ્રભુની પૂજા કરવા ફુલ લઈને આવતા હાથીથી કચરાયેલી કેશી સ્વર્ગલોકમાં દેવ થઈ ત્યાંથી સમવસરણમાં પ્રભુ મહાવીરની પૂજા કરવા આવી. શાસ્ત્રોમાં પ્રભુના દર્શન-સ્તવન પૂજનના અનેરા ફળો કહ્યા છે લાખો-કરોડો દ્રષ્ટાંતો પણ છે પ્રભુદર્શનપૂજા વગેરેના ફળના અનુભવની... કુમારપાળ-સ્તુતિમાં પણ કહ્યુ છે, "स्वामिन्निमग्नोऽस्मि सुधासमुद्रे, यनेत्रपात्रातिथित्य मेऽभूः । चिन्तामणी स्फूर्जति पाणिपद्मे, पुंसामसाध्यो नहि कञ्चिदर्थः ॥" સ્વામી ! આજે હું અમૃતના સમુદ્રમાં મગ્ન થઈ ગયો છું કેમકે મારી આંખો રૂપી પાત્રના આપ અતિથિ થયા છો. જેના હસ્તકમળમાં ચિંતામણી સ્ફુરાયમાન છે તેને કોઈ પણ કાર્ય અસાધ્ય નથી. પ્રભુના દર્શનમાં કુમારપાળ મહારાજા અમૃતના સમુદ્રમાં મગ્ન થવા જેવું સુખ અનુભવે છે. N/A N/A N૭ (૧૭) / N/ IT' N કલ્પવૃક્ષ તેના ઘરના આંગણામાં ઊભુ થઈ ગયું. કલ્પવૃક્ષ : ઇચ્છિત વસ્તુને આપનાર વૃસવિશેષ. પરમાત્માની ભક્તિના આવા અમોઘ ફળો છે. અરે ! પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ તો આગળ વધતા દાદાપાર્શ્વનાથ પ્રભુના સ્તવનમાં જણાવે છે. " કરું ચિંતામા સુતરુનું જે તે પ્રભુસેવા પાઈ. " અહીં કહેવાનું તાત્પર્ય છે કે ચિંતામણી-કલ્પવૃક્ષ પ્રાપ્ત થવાનું મહત્ત્વ શું ? મનને આનંદ થાય કે હવે ઇષ્ટ વસ્તુ પ્રાપ્ત થઈ શકશે. પણ પ્રભુની સેવાથી તેનાથી અધિક આનંદ થતો હોય તો ચિંતામણી અને કલ્પવૃક્ષની પણ શી જરૂર છે? લાખો કરોડો રૂપિયાથી સંપત્તિની પ્રાપ્તિ કરતા મોટું સામ્રાજ્ય મળે તો વધુ આનંદ થાય, તેના કરતાં પણ દેવોના કે દેવેન્દ્રના સુખમાં વધુ આનંદ આવે. તેવી રીતે ચિંતામણીરત્ન-કલ્પવૃક્ષ કે દુનિયાની ઊંચામાં CONDOLO (૧૯) LL NO चिंतामणिस्तस्य जिनेश ! पाणी, कल्पद्रुमस्तस्य गृहाङ्गणस्थः । नमस्कृतो येन सदाऽपि भक्त्या स्तोत्रैः स्तुतो दामभिरवितोऽसि ॥ આનું જ કાવ્યમય ભાષાંતર પુ. અમૃતસૂરિ મહારાજે કરેલ છે, “જે ભાગ્યશાળી આપને ભાવે નમે સ્તોત્રે સ્તવે, ને પુષ્પની માળા લઈને પ્રેમથી કંઠે ઠવે, તે ધન્ય છે કૃતપુણ્ય છે ચિંતામણી તેના કરે, વાવ્યો છે પ્રભુ નિજકૃત્યથી સુવૃક્ષને એણે ગૃહે ’’ જે ભાગ્યશાળી પરમાત્માને ભાવથી નમે છે સ્તોત્રથી સ્તવે છે અને ભાવપૂર્વક પુષ્પની માળા લઈને કંઠે સ્થાપન કરે છે (અહિ અર્થાપત્તિથી આઠે પ્રકારની પૂજા કરે છે તેમ લઈ લેવાનું) તે ધન્ય છે, તે તપુણ્ય છે. ચિંતામણી તેના હાથમાં આવી ગયું. ચિતામણી એટલે ચિતન કરવા માત્રથી ઇષ્ટ પદાર્થને આપનાર મણી. ANAND (૧૮) - 0 G SE ઊંચી ભૌતિક સામગ્રીના આનંદ કરતાં પણ પ્રભુ સેવા, પ્રભુ ભક્તિનો આનંદ અનંતગુણ છે. કવિ કહે છે આવી પ્રભુસેવા મળ્યા પછી સુરતરુ (કલ્પવૃક્ષ) કે તિામણીને મારે શું કરવું છે ? ક્યારેક ભક્તિના અતિરેકમાં કવિઓએ મુક્તિ કરતા પણ પ્રભુભક્તિને વિશેષ મહત્ત્વ આપી દીધુ છે આજ સ્તવનમાં આગળ બતાવે છે. “મુક્તિથી અધિક તુજ ભક્તિ મુજ મન વી જેટલું સબળ પ્રતિબંધ જાહરે. ચમક પાષાણ જિમ લોહને ખેંચશે મુક્તિને સહજ તુજ ભક્તિ રામો - પ્રભુ ! તારી ભક્તિનું મારા મનમાં મુક્તિથી પણ અધિક મહત્ત્વ છે. મને ત્યારી ભક્તિનો સબળ પ્રતિબન્ધ લાગ્યો છે અર્થાત્ તારી ભક્તિ જોડે બળવાન લગાવ થઈ LL NOOL NO (૨૦) ૮૮.
SR No.008929
Book TitleRushabh Jinraj Muz Aaj din Aatam Bhalo
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri Acharya
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2008
Total Pages34
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size267 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy