SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ Dossesses VOGOVORION હજી આગળ કહે છે. “ધન્ય તે રાત ને ધન્ય દિહા' પ્રભુ જે દિવસે કે રાત્રે તમને પ્રણામ થયા. તમારી સ્તુતિ થઈ, તમારા હૃદયમાં સ્મરણ થયુ તે દિવસો અને રાત્રિઓ પણ ધન્ય બની ગયા, સફળ બની ગયા. જીવનભર માટે યાદગાર બની ગયા. અહિ કાયાથી પ્રણામ એટલે કાયયોગ, જીભથી સ્તવના એટલે વચનયોગ અને હૃદયથી સ્મરણ એટલે મનોયોગની વાત આવી. આમ મનોયોગ-વચનયોગ-કાયયોગ ત્રણે યોગા પરમાત્માની ભક્તિમાં જોડાઈ જતા ભાવભક્તિ થઈ. તીવ ભાવવાળી ભક્તિ થઈ જેનું અદભુત ળ જીવને પ્રાપ્ત થાય છે. વળી, અહીં ત્રણે યોગથી થતી ભક્તિની અથવા ભક્તિમાં જોડાયેલ ત્રણે સાધનો-કાયા વાણી અને મનની અનુમોદના કરાતા અનુબંધવાળા શુભકર્મોનો બંધ થાય છે, જેના કારણે આ ભક્તિની પરંપરા આગળ વધે છે વધુને વધુ ઉત્કૃષ્ટ યોગોથી ભક્તિ થવા માંડે છે જે નિર્વાણ પદ સુધી પહોંચાડે છે. અનુમોદનાથી અનુબંધ પુષ્ટ થવાનું શાસ્ત્રકારોએ ઠેરઠેર જણાવ્યુ છે. અશુભ પાપોની અનુમોદનાથી પાપાનુબંધ પુષ્ટ થાય છે. તે રીતે શુભ પુણ્યકાર્યોની અનુમોદનાથી પુણ્યાનુબંધ પુષ્ટ થાય છે. આ રીતે ત્રણે યોગથી પ્રભુભક્તિ કરતો જીવ પુણ્યાનુબંધિ પુણ્યને હાંસલ કરી સાધનામાં આગળ વધતો છેક મુક્તિના સ્થાને પહોંચે છે. ગુણ અનંતા સદા તુજ ખાને ભર્યા, એક ગુણ દેત મુજ શું વિમાસો; યણ એક દેત શી હાણ યણાયરે લોકની આપદા જેણે નાસો....llcl 2ષભo શબ્દાર્થ : પ્રભુ ! તમારા આત્મારૂપી ખજાનામાં અનંતા ગુણો ભરેલા છે. એમાંથી એક ગુણ આપવામાં આપ શું વિચારો છો ? જેનાથી લોકની આપદા નાશે તેવુ એક રત્ન આપવામાં સમુદ્રને શું હાનિ થાય? વિશેષાર્થ : “પરમાત્મા ! તમારા આત્મામાં અનંતા Sep 19 (૧૦૧) ૧ ૫ew કાપ (૧૦૨) ૧ , sses 9 OG GR I GION ગુણરત્નો ભર્યા છે.” જગતમાં જેટલા ગુણો છે તે બધા જ પ્રભુમાં છે એક પણ ગુણ બાકી નથી. પરમાત્માના ગુણો અનંતા છે. પરમાત્માની શક્તિ પણ અનંત છે. પ્રભુની કરુણા પણ અનંત છે. કલ્યાણ કલ્પદ્રુમ નામની પ્રભુસ્તુતિમાં દિગંબર આચાર્ય શ્રીમદ્ વાદિરાજસૂરિ મ. એક શ્લોકમાં સુંદર વાત બતાવે છે... "लोकस्यैकस्त्वमसि भगवन् ! निर्निमित्तेन बन्धुस्त्वय्यैवासौ सफलविषया शक्तिरप्रत्यनीका। भक्तिस्फीतां चिरमधिवसन्मामिकां चित्तशय्यां, મયુત્પન્ન થમિવ તતઃ વર્તણૂથે સદેથા ||'' અર્થ : હે ભગવંત ! તમે સમસ્ત વિશ્વના નિનિમિત્ત (કારણ વિના જ) બંધુ છો. તમારામાં કોઈ પણ પ્રતિકાર ન કરી શકે તેવી બધા જ વિષયની શક્તિ છે. ભક્તિથી પ્રકાશિત મારા ચિત્તરુપી શય્યામાં લાંબા ટાઈમથી વસતા એવા તમે મારા વિષે ઉત્પન્ન થયેલ કલેશોના સમૂહને કેવી રીતે સહન કરી શકશો ? કેટલી સુંદર વાત આ પ્રભુ સ્તુતિના શ્લોકમાં કરી છે (૧) ભગવાન સમસ્ત વિશ્વના (આખી દુનિયાના) નિનિમિત્ત બંધુ છે. નિનિમિત્ત કોઈ પણ જાતના કારણ વિના ભાઈ છે...આ જગતમાં એક માતા-પિતાના પુત્રો બંધવ કહેવાય છે તે સિવાય દૂરના સગા અથવા કોઈકે કઈ કાર્ય કર્યું હોય ઉપકાર કર્યો હોય તો તે બંધવ ગણાય છે. પ્રભુને જગતના જીવો જોડે એક માતાપિતાના પુત્ર તરીકેનો સબંધ નથી, તેમજ કોઈ જીવોએ પ્રભુ પર ભૂતકાળમાં ઉપકાર કર્યો નથી. આમ છતા પ્રભુ બધા પ્રત્યે બંધુ જેવુ જ વર્તન કરે છે. અન્યત્ર પણ પ્રભુને નિષ્કારણ બંધુ કહેલ છે. જગતના સર્વ જીવો પ્રત્યે કોઈ પણ બાહ્ય સંબંધ વિના જ પ્રભુ બંધ કરતા પણ અધિક સ્નેહ રાખે ૫ . (૧૦૩) . -ડાળesses (૧૦૪). OOD
SR No.008929
Book TitleRushabh Jinraj Muz Aaj din Aatam Bhalo
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri Acharya
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2008
Total Pages34
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size267 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy