SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ભોગવનારા આવા ઈન્દ્રો પણ પ્રભુ તમારા દાસ છે, તમારા સેવક છે, તમારા કિર્કરરુપ છે, અહંપૂવિકાપૂર્વક આપની ભક્તિમાં ઉલ્લસિત થાય છે. બાર વૈમાનિક દેવલોકના દશ, વીશ ભવનપતિના, સોળ વ્યંતરદેવોના, સોળ વાણતરદેવોના બાસઠ ઈન્ડો આપની સતત સેવા કરે છે. જ્યોતિષયના બે ઈન્દ્રો તો આખી જાતિ તરીકે ગણ્યા છે પણ અસંખ્ય સૂર્યો, અસંખ્ય ચંદ્રેજો સ્વામી ! તમારી સેવામાં લીન છે મનુષ્યોમાં પણ રાજા-મહારાજાઓ, વિદ્યાધરેન્દ્રો, વાસુદેવો, બળદેવો અને યાવત્ સમસ્ત છ ખંડના સ્વામી એવા ચક્રવર્તિઓ પ્રભુ તમારા દાસ થઈને રહે છે. તમારા દર્શન-પૂજન-વંદનમાં અઢળક આનંદ અનુભવે છે. મંત્રીઓ-સેનાપતિઓ, શ્રેષ્ઠિઓ અને સામાન્યજન પણ આપને માલિક તરીકે, દેવ તરીકે, સ્વામી તરીકે, નાથ તરીકે સ્વીકારે છે. અરે ! એટલું જ નહીં ચાર જ્ઞાનના ધણી ગણધર Gee ૭ (૫૭) ૯૮ GS '' “पहु मह दुक्खमसंख कहेमि सव्वण्णुणो वि किं तुज्झ ? | तं कुणसु तत्थ सामिय, जं तुह करुणाए अणुसरिसं ।।" હે નાથ ! મારા અસંખ્ય દુ:ખો સર્વજ્ઞ એવા પણ તમને મારે કહેવાના હોય ? સ્વામી ! જે તમારી કરુણાને અનુસરતું હોય તેવું કરો ! તમે તો પતિતને પાવન કરનાર છો. કેટલાય હિંસક, દુરાચારી તથા ઘણા-ઘણા પાપોને કરનારા મહાપાપીઓને તમે પાવન પવિત્ર કર્યા છે. સમસ્ત વિશ્વના તમે ઉદ્વારક છો. સમસ્ત વિશ્વને જેમ સૂર્ય પ્રકાશિત કરે છે, છ્તા ભોયરામાં બારી-બારણાં બંધવાળા સ્થાને સૂર્યનો પ્રકાશ ન પહોંચે તો પણ સૂર્ય વિશ્વપ્રકાશક જ કહેવાય છે તેમ અભો, દુર્ભવ્યો, ભારે કર્મી જીવો તમારા દ્વારા જ્ઞાનનો પ્રકાશ ન પામે તેમનો ઉદ્વાર ન થાય તો પણ પ્રભુ તમે વિશ્વોદ્વારક જ છો. હે વિશ્વોદ્ધારક, પતિતપાવન પ્રભુ ! મારી એક જ વિનંતી છે મને સંસાર સમુદ્રથી તારો પાર ઉતારો (૫૯) : 4 LOZ© ભગવંતો, વિશિષ્ટ સંયમી મુનિઓ, સાધ્વીઓ, શ્રાવો, શ્રાવિકાઓ, સમ્યગ્દષ્ટિ જીવો અપુનર્બંધક, માર્ગાનુસારી જીવો સર્વે પ્રભુ તમારી ભક્તિ કરે છે. અરે! કેવળજ્ઞાની ભગવંતો પણ આપના પરિવારમાં છે. કેટ-કેટલું ઐશ્વર્ય આપનું છે અસંખ્ય ભક્તોના આપ ભગવાન છો પણ પ્રભુ મારું શું ? આપને અસંખ્ય ભકતો પણ મારે તો તમે એક જ સ્વામી છો. મને અત્યંત વ્હાલા એવા દેવ તમે જ એક માત્ર છો, મારા નાથ તમે છો, મારા દેવ તમે છે, મારા સ્વામી તમે છો, મારા પ્રભુ તમે છો.... હું તમારો આશ્રિત છું, દાસ છું, સેવક છું, નોકર છું. તમારા વિના મારે બીજા કોઈનો જ આધાર નથી, તમારા વિના હું ક્યાં જાઉ? કોનું આલંબન લઉં ? મારી ભવભ્રમણની વ્યથા નાથ ! કોને કહું ? અરે ! તમે તો સર્વજ્ઞ છો, સર્વદર્શી છો, મારે મારી વ્યથા તમારી આગળ વર્ણવવાની જરૂર ખરી ? આપ જ્ઞાન બળથી મારુ બધુ જ જાણો છો. N/A N/A N૭ (૫૮) LL N હું આપની પાસે ધન, સ્ત્રી, કુટુંબ પરિવાર ત્રિલોકવર્તી યશકીતિની માંગણી નથી કરતો. મને એક જ વસ્તુ જોઈએ છે મારી એક જ પ્રાર્થના છે મને સંસારથી તારો-પાર ઉતારો-મુક્તિના કિનારે પહોંચાડે. પ્રભુ ! સંસાર ખૂબ ઊંડો-ગહન જણાય છે, જન્મ-જરામરણના અનંતદુઃખોથી ભરેલો છે, કષાયોના ઊંડાણવાળો છે. મોહના ભયંકર આવર્તો આ સંસારમાં છે રોગશોક-દરિદ્રતા-ચિંતા-ઇષ્ટવિયોગ-અનિષ્ટ સંયોગ વગેરે પારાવાર દુ:ખોથી આ સંસાર ભરેલો છે. અનાદિકાળથી હું આ સંસારમાં રખડી રહ્યો છું, નિગોદ, નારીના, ઘોરાતિઘોર દુ:ખ મેં સહ્યા છે. એકેન્દ્રિય-વિકલેન્દ્રિયપંચેન્દ્રિય તિર્યંચના ભવોમાં ભ્રમણ કરી પારાવાર યાતનાઓ સહી છે મનુષ્ય અને દેવના ભવોમાં પણ ભારે દરિદ્રતા અપમાનો ચિંતાઓ વગેરે માનસિક દુ:ખો પણ સહન કર્યા છે પ્રભુ ! હું હવે આ, સંસારના પર્યટનથી થાકી ગયો છું....અનંતાનંત દુઃખોથી યુક્ત DO NOAA NO (૬૦) ૦૮. A
SR No.008929
Book TitleRushabh Jinraj Muz Aaj din Aatam Bhalo
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri Acharya
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2008
Total Pages34
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size267 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy