SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir * વ્યાખ્યાનઃ સાતમું ) સાધુ પદ પરમ ઉપકારી પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી રત્નશખરસૂરીશ્વરજી મહારાજા શ્રીપાળની કથાના આરંભમાં અરિહંતાદિ નવપદની આરાધના કરવાનો ગર્ભિત નિર્દેશ કરે છે. પોતાના હૃદયકમળમાં નવપદનું ધ્યાન કરી, સિદ્ધચક્રનો મહિમા દર્શાવે છે. “સિદ્ધચક્રનો મહિમા સંસારના જીવોને જો બરાબર સમજાઈ જાય તો સંસારના જીવોનું હિત થાય-કલ્યાણ થાય,’ એ પવિત્ર કામનાથી ગ્રંથકાર આચાર્યદેવે સિદ્ધચક્રની આરાધના બતાવી અને શ્રીપાળનું ચરિત્ર કહ્યું. તન-મન નિર્મલ અને નીરોગી જોઈએ ? શ્રી સિદ્ધચક્રનું ધ્યાન ધરવા માટે મન સ્વસ્થ અને નિર્મળ જોઈએ, તન સ્વસ્થ અને નિર્મળ જોઈએ. મન વિકલ્પોથી અને વિકારોથી રહિત હોય તો તે ધ્યાન ધરવામાં ઉપયુક્ત બને છે. તન વિષયભોગથી વિરક્ત હોય, પાંચેય ઇંદ્રિયોના વિષયોના ઉપભોગથી મુક્ત હોય તો તે ધ્યાન ધરવામાં ઉપયોગી બને. ધ્યાન ધરવા માટે માત્ર મન જ નહીં, તનની પણ તંદુરસ્તી અર્થાત્ સ્વસ્થતા અને નિર્મળતા જોઈએ. સ્વસ્થતા અને નિર્મળતા ત્યારે જ પ્રાપ્ત થાય કે જ્યારે પાંચેય ઇન્દ્રિયોના વિષયો-શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શના ઉપભોગથી. ઇંદ્રિયો મુક્ત બની જાય. દા.ત. તમે શ્રી નવપદનું ધ્યાન ધરવા બેઠા. એટલામાં રેડિયો પર સંગીત રેલાયું.... પ્રિય શબ્દ કાને પડ્યો.... જો એ તમે સાંભળ્યો તો ધ્યાન ભંગ! અથવા તો ઘરમાં કોઈએ અપ્રિય શબ્દો ઉચ્ચાર્યા અને તમે તે સાંભળ્યા તો ધ્યાન ભંગ!માટે પ્રિય-અપ્રિય શબ્દનો ઉપભોગ જ નહીં કરવાનો! તમારી શ્રવણેન્દ્રિય એ વખતે (ધ્યાન વખતે સ્વસ્થ રહેવી જોઈએ. “સ્વસ્થ એટલે ધ્યાનમાં જ લીન! ઇંદ્રિયોને પણ નવપદના ધ્યાનમાં જોડી દેવાની! એ ધ્યાનમાં જોડાયેલી રહે તો જ નિર્મળ રહે.... નહિતર વિષયોની વિષ્ટા ચૂંથતી રહેશે અને મલિન બની જશે! ધ્યાન વખતે કોઈ બહારનો શબ્દ સાંભળવાનો નહીં! For Private And Personal Use Only
SR No.008928
Book TitleRuday Kamal Me Dhayan Dharat Hu
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2009
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy