SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી નવપદ પ્રવચન ૧૦. આરાધના માટે એક સ્થાને આસન બાંધીને બેસતાં, આવી પડતા ભયોને અડોલપણે જીતવા તે “નિષદ્યા-પરિષહ” પર વિજય છે.. ૧૧. કોમળ કે કઠિન, સમ કે વિષમ, જેવી સહજભાવે મળે તેવી જગામાં સમભાવપૂર્વક રહેવું તે “શચ્યા-પરિષહ” પર વિજય કહેવાય. ૧૨, કોઈ કટુ-કઠોર શબ્દ સંભળાવે, ગાળ દે, તેને સમતાભાવે સહન કરવી તે “આક્રોશ પરિષહ' પર વિજય કહેવાય. ૧૩, કોઈ તાડન-મારણ કરે તે સહન કરવું તે “વધ-પરિષહ” પર વિજય. ૧૪. ભિક્ષાવૃત્તિ કરતાં અપમાન કે લજ્જા ન રાખવા તે યાચના પરિષહ” પર વિજય. ૧૫. ભિક્ષામાં જોઈતી વસ્તુ ન મળે ત્યારે ખેદ ન કરવો તે “અલાભ પરિષહ' પર વિજય મેળવ્યો કહેવાય. ૧૬. સમતાભાવે રોગ સહન કરવો તે “રોગ-પરિષહ' પર વિજય છે. ૧૭. ઘાસ-તૃણ આદિની શય્યામાં પણ સમભાવ રાખવો તે “તૃણ-સ્પર્શ પરિષહ” પર વિજય કહેવાય. ૧૮. શરીર પર મેલ જામી જાય છતાં સ્નાનાદિ ન કરવાં અને મેલ સહન કરવો તે “મલ-પરિષહ' પર વિજય કહેવાય. ૧૯. સત્કાર મળતાં ખુશ ન થવું તે “સત્કાર પરિષહ” પર વિજય કહેવાય. ૨૦. તીવ્ર બુદ્ધિ હોય છતાં એનું અભિમાન ન કરવું તે “પ્રજ્ઞા-પરિષહ' પર વિજય મેળવ્યો કહેવાય. ૨૧. ગમે તેટલું શાસ્ત્રજ્ઞાન હોય, છતાં તેનો ગર્વ ન કરવો તે “જ્ઞાનપરિસાહ' પર વિજય કહેવાય. એવી રીતે જ્ઞાનના અભાવમાં દીનતા ન કરવી તે અજ્ઞાન-પરિષદ' પર વિજય કહેવાય. ૨૨. સૂક્ષ્મ અને અતીન્દ્રિય પદાર્થનું જ્ઞાન ન થવાથી ધર્મ નકામો લાગે ત્યારે વિવેકથી શ્રદ્ધા દઢ રાખવી તે “અદર્શન-પરિષહ' પર વિજય કહેવાય. આ છે ૨૨ પરિષહ પરમાત્માએ આ બાવીસે બાવીસ પરિષહો પર વિજય મેળવ્યો! પરિષહ-વિજેતારૂપે પરમાત્માનું ધ્યાન ધરવાથી આપણે પણ વિજેતા બની શકીએ... “મારે “પરિષહ-વિજેતા બનવું છે.' આવું દઢ પ્રણિધાનદૃઢ સંકલ્પ હોવો જોઈએ. એવી જ રીતે પરમાત્મા ઉપસર્ગ-વિજેતા છે! ઉપસર્ગ એટલે સંકટ-આપત્તિ For Private And Personal Use Only
SR No.008928
Book TitleRuday Kamal Me Dhayan Dharat Hu
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2009
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy