SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૪ હૃદયકમલ મેં ધ્યાન ધરત હું સમર્પિત છો. આપે જ્ઞાનાચાર, દર્શનાચાર, તપાચાર અને વર્યાચારની સુંદર આરાધના કરી છે અને જે કોઈ આપના શરણે આવે છે; તેને પંચાચારનું દાન દઈ, તેની આરાધના કરાવો છો. શરણે આવેલા જીવોનાં ચારિત્રનું યોગક્ષેમ” કરો છો. આપનો સ્વભાવ “ભીમ’ અને ‘કાન્ત’ ગુણોથી યુક્ત હોય છે. આપની એક જ ભાવના નિરંતર રહે છે કે “મારા શરણે આવેલા જીવો મોક્ષ-માર્ગમાં આગળ ને આગળ વધે.’ આ ભાવનાને મૂર્તિમંત કરવાનું કાર્ય આપ હરહંમેશ કરતા રહો છો. આપ વિષય-કષાયથી દૂર છો. બીજા જીવોની વિષય-કષાયની આગને આપ આપની વાણીથી શીતલ કરો છો. આપની ચિત્તપ્રસન્નતા અને આત્મતૃપ્તિ અપૂર્વ કોટિની છે. આપ અદ્દભુત છત્રીસ ગુણોના માલિક છો. પાંચ ઇન્દ્રિયો પર આપનો અંકુશ અવર્ણનીય છે. બ્રહ્મચર્યનું પાલન અપૂર્વ કોટિનું છે. કષાયોનું તો આપમાં નામનિશાન દેખાતું નથી. પાંચ મહાવ્રતોનું પાલન કેવું નિરતિચાર છે! પંચાચારની પ્રભાવનામાં આપ કેવા તત્પર છો! પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિના પાલનમાં આપ અપ્રમત્ત છો. ષકાયના જીવોના આપ સંરક્ષક છો. પૃથ્વીકાય, અપૂકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાયના જીવો પર આપ અનંત કરુણા ધારણ કરો છો. ષકાયના જીવોને આપે અભયદાન આપેલું છે. આપની પરમ કૃપાના સહારે અમે પણ પાંચ ઇન્દ્રિયો અને ચાર કષાયો પર વિજય પ્રાપ્ત કરીએ. બ્રહ્મચર્યની નવ વાડોનું સુંદર પાલન કરનારા બનીએ. પાંચ મહાવ્રતોનું નિરતિચાર પાલન કરનારા બનીએ. પંચાચારનું પાલન કરતા પકાયના જીવોને અભયદાન આપીએ, એવી અમારી ભાવના છે. જીવમાત્ર પ્રત્યે આપના હૃદયમાં કલ્યાણની ભાવના છે. “સહુનું કલ્યાણ થાઓ.” કેવી સુંદર અને અદ્ભુત ભાવના! અમારા હૃદયમાં પણ આવી ભાવના પ્રગટ થાય તેવી કૃપા કરો. शिवमस्तु सर्वजगतः परहितनिरता भवन्तु भूतगणाः । दोषाः प्रयान्तु नाशं सर्वत्र सुखी भवतु लोकः ।। સમસ્ત વિશ્વનું શિવ હો.... કલ્યાણ હો... મંગલ હો. સર્વ જીવો પરહિતમાં તત્પર હો. સર્વજીવોના દોષોનો ક્ષય હો.... સર્વત્ર સુખશાંતિનો પ્રસાર હો. For Private And Personal Use Only
SR No.008928
Book TitleRuday Kamal Me Dhayan Dharat Hu
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2009
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy