SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra શ્રી નવપદ પ્રવચન ઉપશમ : જિનશાસનનો સાર : www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૩ આત્મામાં ઉપશમભાવ પ્રગટ કરો. ઉપશમરસમાં સર્વાંગીણ સ્નાન કરો! ઉપશમભાવ વિના જૈનધર્મ શોભતો નથી. જગતમાં રાજા કાણો હોય તો શોભે? તેમ જૈન ઉપશમ વિનાનો શોભે ખરો? શમ-ઉપશમ-પ્રશમ સમાન શબ્દો છે. પરમાત્મા જિનેશ્વર દેવના શાસનમાં, આ ‘પ્રશમભાવ’થી અનેક આત્માઓએ ‘કેવળજ્ઞાન’ મેળવ્યાનાં દૃષ્ટાંતો નોંધાયેલાં છે! સમ્યગ્દર્શન ગુણ આત્મામાં પ્રગટ્યો છે કે કેમ, એનો નિર્ણય આ પાંચ લક્ષણોના આધારે કરી શકાય. આસ્તિકય, વૈરાગ્ય, સંવેગ, અનુકંપા અને પ્રશમભાવ, આ પાંચ તત્ત્વો આંતરિક છે. તે આત્માના ભાવ છે, જેની ચોકસાઈ જીવ પોતે કરી શકે અથવા વિશિષ્ટ જ્ઞાની પુરુષ કરી શકે. તમારે અંગે હું કાંઈ કહીં નહીં શકું. મારામાં અવધિજ્ઞાન નથી! એક ભિખારી બીજા ભિખારીને શું ન્યાલ કરી શકે? આપણી પાસે કોઈ વિશિષ્ટ જ્ઞાનન્ો વૈભવ નથી! શ્રુતસાગરને જોયો છે? શ્રુતસાગરનું એક બિંદુ પણ આપણી પાસે છે ખરું? એટલું મતિજ્ઞાન પણ નથી કે મહાપુરૂષોએ લખેલા ગ્રંથ સારી રીતે સમજી શકીએ. કયાં ચૌદ પૂર્વનું જ્ઞાન! એક પૂર્વ તો નહીં, તેના અસંખ્યાતમા ભાગ જેટલું પણ જ્ઞાન નથી! ૪૫ આગમોનું જ્ઞાન નથી! સૂત્રો યાદ નથી, અર્થની ખબર નથી, પછી અનુપ્રેક્ષા તો હોય જ ક્યાંથી? ગુજરાતીમાં કહેવત છે કે ‘સૂંઠને ગાંગડે ગાંધી!' પાસે સૂંઠનો કકડો માત્ર હોય અને માને પોતાને મોટો વેપારી! આવી અમારી સ્થિતિ છે! કોઈ વિશિષ્ટ જ્ઞાન નથી! માત્ર આપણું આત્મનિરીક્ષણ કરતા રહીએ તો પણ જિંદગી સફળ થઈ જાય! તમારામાં સમ્યગ્દર્શન છે કે કેમ, તેનો નિર્ણય કરવા માટે થર્મોમીટ૨ જ્ઞાનીપુરૂષોએ આપેલું છે. હા, થર્મોમીટર જોતાં આવડવું જોઈએ! એ ન આવડતું હોય તો અમને બતાવી શકો! જોઈ આપીશું! For Private And Personal Use Only સમ્યગ્દૃષ્ટિ આત્માને પણ નરકમાં ક્યારેક જવું પડે! તે ત્યાં પણ તે આત્મા ઉપશમભાવનો અનુભવ કરે! તે જાણે કે ‘મેં બાંધેલા કર્મોનું ફળ મારે ભોગવવું જ રહ્યું!'
SR No.008928
Book TitleRuday Kamal Me Dhayan Dharat Hu
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2009
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy