SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ઘોડાને ખબર હોય છે કે જો હું ઘાસ સાથે જ દોસ્તી કરી લઉં તો પછી ખાઉં શું? ગૃહિણીને ખબર હોય છે કે જો હું ગૅસ સાથે જ દોસ્તી કરી લઉં તો પછી રસોઈ બનાવી શકું જ શી રીતે ? વિદ્યાર્થીને ખબર હોય છે કે જો હું આરામ સાથે જ દોસ્તી કરી લઉં તો પછી ભણી શકું જ શી રીતે ? પણ, જો હું પૈસા સાથે જ દોસ્તી કરી લઉં તો પછી દાનધર્મ કરીને મારા પરલોકને સદ્ધર કરી શકું જ શી રીતે ? આવું વિચારવા ય શ્રીમંત કપણ તૈયાર થતો નથી ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે. રામાયણનું યુદ્ધ શરૂ થતાં પહેલાં રાવણ પાસે બિભીષણ પહોંચી જ ગયો હતો ને? મહાભારતનું યુદ્ધ શરૂ થતાં પહેલાં દુર્યોધન પાસે કૃષ્ણ પહોંચી જ ગયા હતા ને? પણ રાવણે બીભિષણની સલાહ ન સ્વીકારી, દુર્યોધને કૃષ્ણની સલાહ ન સ્વીકારી અને રામાયણ-મહાભારતના યુદ્ધો સર્જાઈ ગયા ! કોઈ પણ પ્રકારનું પાપ કરતા પહેલાં અંતઃકરણ માણસ પાસે આવે જ છે પણ માણસ એની જ્યારે અવગણના જ કરતો જોવા મળે છે ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે. હું કરું શું ? મારે પવિત્ર રહેવું તો છે જ પરંતુ ચારે ય બાજુ વાતાવરણમાં વિલાસ છે” “ધંધામાં મારે નીતિમત્તાનું ધોરણ જાળવી રાખવું તો છે જ પરંતુ બજારમાં વાતાવરણ જ અનીતિનું છે.” “મારે જીભ પર સંયમ રાખવો તો છે જ પણ એ અંગેનું કોઈ વાતાવરણ જ નથી” જાતની નબળાઈને છુપાવવા જાતજાતનાં બહાનાં કાઢતો માણસ જ્યારે પ્રભુભક્તિના સુંદર માહોલમાં ય પવિત્રતા ટકાવી રાખવામાં નિષ્ફળ જતો દેખાય છે ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે. ૩૯
SR No.008926
Book TitleJyare Tyare
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages34
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy