SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨ ૨૧ પ્રીત કિયે દુઃખ હોય તસ્કર વિમલયશને જોઈ શકતો નથી. તે વિચારે છે: “પરદેશી કુમાર મારા ભયથી ડરીને... મહેલ છોડીને બિચારો ભાગી ગયો લાગે છે! ખેર, મળ્યો હોત તો યમલોકમાં પહોંચાડી દેત. હવે એની સંપત્તિ લઈ જાઉં!' તેણે મૂલ્યવાન રત્નો વગેરે લીધાં અને મહેલની બહાર નીકળ્યો. વિમલયશ પોતાની ભેટમાં તીક્ષ્ણ છરી છુપાવી લીધી અને તસ્કરનો પીછો પકડ્યો. તસ્કર આગળ અને વિમલયશ પાછળ! નગરના કિલ્લા પાસે આવીને તસ્કરે ગુપ્તમાર્ગમાં પ્રવેશ કર્યો. વિમલશે... એની પાછળ જ ગુપ્તમાર્ગમાં પ્રવેશ કર્યો અને બંને કિલ્લાની બહાર નીકળી ગયા. રાત્રિનો ત્રીજો પ્રહર ચાલતો હતો. ચોર તીવ્ર ગતિથી આગળ વધતો જતો હતો. વિમલયશ એટલી જ ગતિથી એની પાછળ હતો. વારંવાર ચોર પાછળ જોતો હતો, પરન્તુ વિમલયશને એ જોઈ શકતો ન હતો. એક ઘટાદાર વટવૃક્ષની નીચે બંને પહોંચ્યા. વૃક્ષની નીચે એક મોટી પથ્થરશિલા પડી હતી. ચોરે પથ્થરશિલાને સ્પર્શ કર્યો... ને શિલા બાજુમાં ખસી ગઈ. તત્કાલ ચોર ભોંયરામાં ઊતર્યો. ને શિલાથી માર્ગ બંધ કરી દીધો. વિમલયશે થોડી ક્ષણો વીતવા દીધી.. ને એક જ ધક્કો મારીને શિલાને દૂર ફંગોળી દીધી. એ પણ ભોંયરામાં ઊતરી પડ્યો. લગભગ પચાસ પગથિયાં ઊતર્યો, ત્યાં એક વિશાળ ખંડમાં તે આવીને ઊભો. ખંડમાં એણે ચારેબાજુ જોયું. પૂર્વ દિશામાં ગુપ્ત વાર જેવું લાગ્યું. તેણે ધક્કો માર્યો, દ્વાર ખૂલી ગયું. અંદર પ્રવેશ કર્યો, તો સામે જ ઉપર ચઢવાનાં પગથિયાં હતાં. તે થોડીવાર ઊભો રહ્યો. તો ઉપરથી તસ્કરનો અવાજ આવતો હતો... કોઈ સ્ત્રીના રૂદનનો અવાજ આવતો હતો. વિમલયશ અનુમાન બાંધી લીધું: રાજ કુમારી અહીં જ છે!” તેનું મન પ્રસન્ન થઈ ગયું. તે પગથિયાં ચઢી ગયો... તો સામે જ રાજકુમારીને બેઠેલી જોઈ. તેની સામે તસ્કરને ઊભેલો જોયો. વિમલયશ રાજકુમારીથી થોડે દૂર ખૂણામાં ઊભો રહી ગયો. તેણે રાજકુમારીને જોઈ. તેનું હૃદય દ્રવિત થઈ ગયું. વિમલયશ ચુપચાપ રાજકુમારીને જોઈ રહ્યો. તેલ વિનાની વિખરાયેલી એની કેશલટો, રાહુગ્રસ્ત ચન્દ્રમા જેવી ઝાંખી-ઝાંખી એની મુખકાંતિ, સુકાયેલા બિંબફળની છાલ જેવા નિપ્રાણ હોઠ, મરણાસન હરિણી જેવી નિ:સ્પદ આંખો... For Private And Personal Use Only
SR No.008923
Book TitlePrit Kiye Dukh Hoy
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2009
Total Pages307
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy