SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૭ પ્રીત કિયે દુઃખ હોય “હા, સમયે સમયે અનંત કર્મ બંધાય છે...' પછી જીવનો છુટકારો ક્યારે?' નવાં કર્મ ન બાંધે અને જૂનાં બંધાયેલાં કર્મનો નાશ કરે ત્યારે!! “શું એવી પણ સ્થિતિ આત્માની હોઈ શકે કે એ શુભાશુભ કોઈ પ્રવૃત્તિ ન કરતો હોય?” હા! પૂર્ણ જાગૃતિની એ પળો હોય છે! શુભ કે અશુભ કોઈ જ પ્રવૃતિ નહીં! તો એ કરે શું? કંઈ પણ ન કરવાનું કરે!” સ્વ-સ્વરૂપમાં રમણતા! શુદ્ધ આત્મસ્વરૂપમાં રમણતા! આત્મગુણોમાં રમણતા!' આ તો અદ્દભુત વાત છે!' પહેલી રાણીએ કહ્યું. ચોથો પ્રહર વીતી રહ્યો હતો. ભોજનવેળા થઈ ગઈ હતી. “ચાલો નીચે, ભોજનનો સમય થઈ ગયો છે,' રાણીએ કહ્યું. ‘તમે રાત્રિ-ભોજન નથી કરતાં?' “ના, સૂર્યાસ્ત પૂર્વે જ તમારા ભાઈ અને અમે સહુ ભોજન કરી લઈએ છીએ.' ઘણું જ ઉત્તમ!' નણંદ અને ભોજાઈઓ નીચે આવી.. ત્યાં રત્નજી પણ આવી પહોંચ્યો હતો. સુરસુંદરી સામે જોઈ પૂછ્યું: બહેન, તને તારી આ ભાભીઓએ વિશ્રામ કરવા દીધો કે નહીં?' એક પ્રહર પૂરો!” સહુએ પ્રસન્નચિત્તે ભોજન કર્યું. 0 0 0 For Private And Personal Use Only
SR No.008923
Book TitlePrit Kiye Dukh Hoy
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2009
Total Pages307
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy