SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૪૮ પ્રીત કિયે દુ:ખ હોય ‘મહારાજા, ગુપ્ત વાતો ચાર કાન સુધી જ ગુપ્ત રહે છે... છ કાને ન જવી Acharya Shri Kailassagarsuri Gyanmandir જોઈએ.’ ‘આ કૂબડો આપણો અત્યંત વિશ્વસનીય છે. એના કાને પડેલી વાત ગુપ્ત જ રહેશે...' ‘ભલે ગુપ્ત રહે, પરંતુ ક્યારેક...’ ‘ચિંતા ન કરો...’ રાજાએ કૂબડાને દૂર ન કર્યો... મહામંત્રી બીજી આડીઅવળી વાતો કરીને ચાલ્યા ગયા. એક દિવસ એક યોગીપુરુષ રાજસભામાં આવ્યો. એ સિદ્ધ માંત્રિક હતો, રાજાની સેવા-ભક્તિથી પ્રસન્ન થઈને તેણે રાજાને ‘પરકાયપ્રવેશ' ની વિદ્યા આપી, મંત્ર આપીને યોગી ચાલ્યો ગયો. રાજા પાસે પેલો કૂબડો તો બેઠેલો જ હતો. તેણે યોગીની વાત સાંભળી હતી. રાજા રોજ મંત્રજાપ બોલીને કરતો હતો. કૂબડો પણ એ મંત્ર સાંભળીને શીખી ગયો. રાજાને તો એના પર કોઈ શંકા હતી જ નહીં. એક દિવસ રાજા અશ્વારૂઢ થઈને, સાથે કૂબડાને લઈને વનવિહાર કરવા ગયો. જંગલમાં એક મૃતદેહ પડેલો જોયો. કોઈ વિપ્રનો એ મૃતદેહ હતો. રાજાને ‘પરકાયપ્રવેશ' વિદ્યાનો પ્રયોગ કરવાનું મન થયું. તેણે કૂબડાને પૂછ્યું; ‘બોલ, મંત્રનો મહિમા તું સાચો માને છે કે નહીં? ‘નહીં, મહારાજા, હું મંત્ર-તંત્રમાં જરાય વિશ્વાસ કરતો નથી.’ તને પ્રત્યક્ષ મંત્રમહિમા બતાવું તો?' ‘તો તો માનવું જ પડે ને?’ તો લે મારો ઘોડો સાચવ. હું આ મૃતદેહમાં પ્રવેશ કરીશ! એ મૃતદેહ જીવંત થઈ જશે...’ ‘અને આપના દેહનું શું થશે?' ‘એ મૃતદેહની જેમ પડ્યો રહેશે...' ‘પછી?’ ‘પછી પુન: હું મારા દેહમાં પ્રવેશ કરી દઈશ... એટલે આ વિપ્રનો દેહ પાછો મૃતદેહ થઈ જશે! મડદું થઈ જશે...' ૨ાજા ઘોડા પરથી નીચે ઊતર્યો. ઘોડો કૂબડાને સોંપ્યો... અને તેણે મંત્રનું સ્મરણ કર્યું. તેના આત્માએ વિપ્રના મૃતદેહમાં પ્રવેશ કરી દીધો. વિપ્ર-દેહ For Private And Personal Use Only
SR No.008923
Book TitlePrit Kiye Dukh Hoy
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2009
Total Pages307
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy