SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૧ પ્રીત કિયે દુઃખ હોય 'તેં આ બધું અધ્યયન કોની પાસે કર્યું હતું? રત્નજીએ પૂછ્યું. “એક સાધ્વીજી પાસે. એમનું નામ સુવ્રતા.” જો નીચે, આ વારુણીવર સમુદ્ર છે... આ સમુદ્રનું પાણી જે પીએ તેને નશો ચઢ!' સુરસુંદરી એ શાંત સાગરને જોઈ રહી.. ન ભરતી, ન ઓટ! ન કોઈ સામુદ્રિક તોફાન! હવે પછી આવશે ક્ષીરવર દ્વીપ... અને તે પછી આવશે ક્ષીરવર સમુદ્ર.' હા, ક્ષીરોદધિ સમુદ્રનાં પાણી તો દેવલોકના દેવ તીર્થંકર પરમાત્માના જન્માભિષેકમાં લઈ આવે છે. એ પાણી એટલે નર્યું દૂધ હશે!' હા, એ સમુદ્રના પાણીનો રંગ દૂધ જેવો શેત હોય છે. માટે તો એનું નામ ક્ષીરોદધિ છે!” આ આપણે ક્ષીરોદધિ ઉપર જ આવી ગયા! ખરેખર, પાણી દૂધ જેવું જ હવે પછી એ દ્વીપ આવશે તેનું નામ છે વૃતવર દ્વીપ.” અને તેના પછી આવશે ધૃતવર સમુદ્ર! જે નામનો દ્વીપ તે નામનો સમુદ્ર!” વિમાન અમાપ ગતિથી ઊડી રહ્યું હતું. લાખો યોજના દ્વીપ-સમુદ્રને વાતવાતમાં ઓળંગી રહ્યું હતું. ધૃતવર દીપ અને વૃતવર સમુદ્ર પસાર કરીને ઇસુવર દ્વીપ ઉપરથી વિમાન વહી રહ્યું હતું. ઇવર સમુદ્રનાં પાણી સાચે જ ઇક્ષરસ જેવાં મધુર હોય છે અને તેથી જ આ સમુદ્રનું નામ ઇસુવર સમુદ્ર છે.' રત્નજટી બોલ્યો. સર્વજ્ઞ વીતરાગ ભગવંત આ બધું પૂર્ણજ્ઞાનથી દૃષ્ટિથી જોતા હોય છેકેવું યથાર્થ જ્ઞાન!' હવે આવશે નંદીશ્વર દ્વીપ! દેવોનું અને વિદ્યાધરોનું શાશ્વત તીર્થ.” રત્નજીએ કહ્યું. “હા, હા, જુઓ... દૂર દૂર જ ઉગ પહાડો દેખાય છે તે નંદીશ્વર દ્વીપ ઉપરના જ પહાડો હશે..” “હા, આપણે હવે પહોંચ્યા જ સમજ!” મારું જીવન ધન્ય બની જશે...! હું તમારો ઉપકાર ક્યારેય નહીં ભૂલી શકું...” For Private And Personal Use Only
SR No.008923
Book TitlePrit Kiye Dukh Hoy
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2009
Total Pages307
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy