SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭પ ઇક્રિયપરવશતા વેરે છે વિનાશ બધી વાતો સમજાય જ નહીં; એમના ગળે ઊતરે પણ નહીં! વિષયલોલુપતાના કરુણ વિપાકી એ વિચારી શકે જ નહીં. વિચારશક્તિ જ કુંઠિત થઈ ગઈ હોય છે એવા જીવોની. પરમજ્ઞાની કરુણાવંત પુરુષ જ્ઞાનદૃષ્ટિથી જ્યારે સમગ્ર જીવરાશિને જુએ છે; દુર્ગતિઓમાં શારીરિક અને માનસિક અત્યંત વેદનાઓ ભોગવતાં જુએ છે ત્યારે એમનો આત્મા કકળી ઊઠે છે. સંસાર સમુદ્રમાંથી એ જીવાત્માઓને બહાર કાઢવા તેઓ મથામણ કરે છે. ભગવાન ઉમાસ્વાતિજીની શું આ એક મથામણ નથી!! ___ एकैकविषयसंगाद् रागद्वेषातुरा विनष्टास्ते । किं पुनरनियमितात्मा जीवः पञ्चेन्द्रियवशातः? ।।४७ ।। અર્થ એક-એક વિષયના સંગે રાગ-દ્વેષથી રોગી થયેલા હરણ વગેરે જીવા) નાશ પામ્યા તો પછી પાંચેય ઇન્દ્રિયોની પરવશતાથી જે વ્યાકુળ છે અને જે આત્માને નિયમમાં રાખી શકતો નથી, તેનું શું? વર્તન : એ ભોળું હરણિયું, એ પાગલ પતંગિયું, એ લાલચુ ભમ... એ માછલી અને હાથી.. કેમ મોતના મુખમાં ધકેલાય છે? પરવશ ઇન્દ્રિયોનો વિષયો સાથેનો સંગ! વિપયરાગ એ જીવોને વિપસંગ કરવા પ્રેરિત કરે છે. એ તિર્યંચો બિચારાં ફસાય છે ને ક્રૂર રીતે કરાય છે. વિચારજો, આત્માની સાક્ષીએ વિચારજો, કે એક-એક વિષયની પરવશતાથી એ જીવો મરે છે ને? મૃત્યુની ઘોર વેદના સહ છે ને? તો પછી, મનુષ્યની શી દશા થાય, એની કલ્પના કરી છે ક્યારેય? એ તિર્યંચ જીવો પાસે મનુષ્યના જેવું વિકસિત મન નથી હોતું. ભૂતકાળ કે ભવિષ્યકાળનાં વિચાર એ જીવો કરી શકતા નથી. જ્ઞાની પુરુષોનો ઉપદેશ એ સાંભળી શકતા નથી, સમજી શકતા નથી. પછી એ જીવો કેવી રીતે પોતાના આત્મ ઉપર અનુશાસન કરી શકે? કેવી રીતે ઇન્દ્રિયનિગ્રહ કરી શકે? પાંચ-પાંચ ઇન્દ્રિયોને પરવશ માનવી, જો એ પોતાના આત્માને વશ રાખી શકતો નથી, પોતાના મનને ઇન્દ્રિયોના સંગે રમતું નિવારી શકતો નથી, તો એને કેવો સર્વનાશ થાય, એ શાંત ચિત્તે વિચારવા જેવું છે. આત્મા, મન અને ઇંદ્રિયો એકમેક થઈને-પરસ્પરના ગાઢ સહકારથી જ્યારે વિષયોનો સંગ કરે છે ત્યારે એ આત્મા એવો મૂઢ થઈ ગયો હોય છે. એવો લંપટ બની ગયો હોય છે કે એના ભાવપ્રાણોનું નિકંદન નીકળી રહ્યું છે એનું એને ભાન નથી હોતું. For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy