SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઇન્દ્રિયપરવશતા વેરે છે વિનાશ અંતઃપુરમાં ધસી આવ્યો ત્યારે રાણીએ લલિતાંગને ક્યાં પૂરી દીધો હતો? શૌચાલયમાં! રાજાએ અંતઃપુરમાં આવતાંની સાથે જ શૌચાલયમાં જવાની ઇચ્છા કરી... લલિતાગે રાજાની વાત સાંભળી. તેને શરીરે પરસેવો વળી ગયો. એ શૌચાલયની ઊંડી પાઈપમાં ઊતરી ગયો... નરક જેવી ઘોર વેદના સહન કરતો તે એ ગટરમાંથી તણાતો તણાતો ગામની બહાર ખાળમાં જઈ પહોંચ્યો. દિવસો સુધી એ ખાળમાં એનું શરીર સડી ગયું.... બેહોશ સ્થિતિમાં એને એના પિતા શોધીને ઘેર લઈ આવ્યા. પુરુષને જેમ સ્ત્રી શરીરનું સ્પર્શમુખ મુંઝવે છે તેમ સ્ત્રીને પુરુષના શરીરનું સ્પસુખ આકર્ષે છે. જે કોઈ આ સ્પર્શમુખમાં આસક્ત બન્યા, દિવસ ને રાત મન, વાણી અને કાયાથી આ સ્પર્શ સુખમાં જ જે જીવો લીન બન્યા, તેઓએ પોતાનો વિનાશ નોતર્યો છે. एवमनेके दोषाः प्रणष्टशिष्टेष्टदृष्टिचेष्टानाम् । दुर्नियमितेन्द्रियाणां भवन्ति वाधाकरा बहुश: ।।४६।। અર્થ : અવિવેકી પુરુષોને કે જેમનાં ઇષ્ટ જ્ઞાન અને ક્રિયા (ઉભય) નાશ પામ્યાં છે. અને દોપમાં જતી ઇન્દ્રિયોને જેમણે સંયમિત કરી નથી, તેઓને આ રીતે બીજા પણ) અનેક દાંપાં અનેકવાર પીડાકારી બને છે. વિવેવન: સતત સન્માર્ગની પ્રેરણા આપનારું જ્ઞાન નથી અને એ જ્ઞાનપ્રકાશમાં દેખાતા માર્ગે ચાલવાનું મન નથી. જ્ઞાન નથી અને ક્રિયા નથી. બંને નાશ પામી ગયાં છે, એવા જીવાત્માઓ હલાહલ કરતાંય વધારે વિઘાતક વિષયોના સંગે મજેથી ફરે છે..... પ્રિય વિષય, મનગમતો વિષય મળવો જોઈએ. તેઓ સ્વચ્છેદે એમાં ક્રીડા કરે છે. એ બિચારા જીવો પાસે દૃષ્ટિ જ નથી, સાચી સમજ જ નથી, પરલોકનો વિચાર કરવાની શક્તિ જ નથી; પછી એમને કોણ સમજાવે કે “પયકર્મના ઉદયથી અહીં આ જીવનમાં તમને પાંચ ઇન્દ્રિયોના અનુકુળ અને પ્રિય વિષયો મળ્યા છે, જો એમાં-એ વિષયભોગમાં લીન થઈ ગયા, ભાન ભૂલી ગયા, તો નરક અને તિર્યંચગતિમાં પટકાઈ જશો. અનેક દુઃખ અને ત્રાસ સહન કરવાં પડશે એ દુર્ગતિઓમાં ત્યાં તને આ પ્રિય વિષયો હજારો ને લાખો વર્ષ સુધી નહીં મળે..” કોણ સમજાવે એ જીવોને આ વાત? સમજાવવાર હોય પણ સમજનાર ન હોય ત્યાં શું થઈ શકે? જ્ઞાનદષ્ટિ વિના આ વાતો સમજાય જ નહીં; પછી ભલે For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy