SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૩ પ્રશમરતિ પકડનારા માછીમારો જ્યારે જાળમાં ફસાવેલી માછલીઓને પથ્થર પર પછાડી પછાડીને મોતને ઘાટ ઉતારે છે..... ત્યારનું છાતીને ધ્રુજાવી નાંખનાર દૃશ્ય નથી જોયું? જીવતાં કોમલકાય વાછરડાંઓ પર ગરમ ગરમ ઊકળતું પાણી રેડી, તેમની ખાલ ઊતરડી લેતા નરપિશાચોનું કરપીણ કૃત્ય નથી સાંભળ્યું? તિર્યંચયોનિના સંસારની ભીષણતાના આ તો બે-ચાર નમૂના જ તમને બતાવ્યા; આવી અને આનાથી ખૂબ વધારે ભયાનક રીબામણોથી ભરેલો એ તિર્યંચગતિનો સંસાર છે. અને નરકગતિ? ભલે એ દર્દ અને વેદનાઓથી જ ભરેલો સંસાર, આજે આપણે આપણી આંખોથી જોઈ શકીએ એમ નથી, પરંતુ એને પ્રત્યક્ષ જોનારી જ્ઞાનદૃષ્ટિએ એ નર્કાગાર જઈને, જાણીને આપણને બતાવ્યું છે. તમારે તે નજરે જવું છે? નજરે જોવાનો આગ્રહ ન રાખે.... આપણે તે નજરે નહીં જઈ શકીએ... આપણું હૃદય એ નર્કાવાસની અતિ ભયંકર યાતનાઓ સહી નહીં શકે... દિલ ને દિમાગ બેહોશ થઈ જશે..... આપણે જમીન પર ઢળી પડીશું. આપણે-કે જે કતલખાનાંઓમાં થતી હિંસા પણ જોઈ શકવા સમર્થ નથીતેવા કોમળ હૃદયના માનવીઓ, નર્કાવાસની ક્રૂરતાભરી નૃશંસ હિંસાઓ જોઈ શકીએ ખરા? માટે જોવાની ઉત્કંઠાને દાબી રાખી, એને શાસ્ત્રોનાં માધ્યમથી જાણી લઈએ એ જ ઉચિત છે. એ દુ:ખપૂર્ણ નરક-તિર્યંચગતિનો માર્ગ પણ એટલો જ બિહામણો છે! એટલો જ ભયંકર છે! એટલો જ દુઃખદાયી છે! એ માર્ગ છે હિંસાનો, જૂઠનો, ચોરીનો, વ્યભિચારનો અને પરિગ્રહનો. અર્થાતુ હિંસા-જૂઠ-ચોરી-દુરાચાર અને પરિગ્રહના માર્ગે ચાલો એટલે નરકગતિમાં-તિર્યંચગતિમાં સીધા જ પહોંચી જવાય, વચ્ચે ભૂલા પડવાનું નહીં! અને ભૂલા તો પડાય જ કેવી રીતે? આ માર્ગને બતાવનાર ક્રોધ, માન, માયા અને લોભ સાથે જ હોય છે! આ માર્ગનું પ્રવર્તન કરનારા એ છે; આ માર્ગે ચાલવાનો ઉપદેશ આપનારા એ છે અને આ માર્ગે સાથ આપનારા પણ આ જ છે! પછી ભૂલા તો પડાય જ કેવી રીતે? દુર્ગતિના માર્ગનું પ્રવર્તન કરનારા આ કપાય છે, જીવોને એ માર્ગે ચાલવા માટે સતત ઉપદેશ આપનારા આ કષાય છે..... અને દુર્ગતિમાં સારી રીતે પહોંચાડનાર પણ આ જ કપાય છે! ક્રોધે પરશુરામને ક્ષત્રિય-હત્યાનો ઉપદેશ નહોતો આપ્યો? ને નરકમાં નહોતા પહોંચાડી દીધા? અભિમાને રાવણને યુદ્ધના મેદાનમાં નહોતો ઉતાર્યો? અને For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy