SearchBrowseAboutContactDonate
Page Preview
Page 547
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૨૬ - પ્રશમરતિ ૧. દ્રવ્યદૃષ્ટિએ “ઘડા સુવર્ણમય નથી.” ૨. ક્ષેત્રદૃષ્ટિએ ‘ઘડો સુરતનો નથી.' ૩, કાળષ્ટિએ “ઘડો જૂનો નથી.' ૪. ભાવષ્ટિએ “ઘડો કાળો નથી.” ઘડો જે જે રૂપે છે તે એના સ્વપર્યાય કહેવાય : જે જે રૂપે નથી તે એના પરપર્યાયો કહેવાય, પ્રશ્ન : પરપર્યાય' તો પરના પર્યાય કહેવાય ને? પોતાના કેવી રીતે ? ઉત્તર : પરના તો એ “સ્વપર્યાય’ કહેવાય! પરપર્યાય ન કહેવાય. પ્રશ્ન : દ્રવ્યમાં રહે તે એનો પર્યાય કહેવાય ને? જે અવસ્થા એમાં નથી રહેતી તે એનો પર્યાય કેવી રીતે કહેવાય? ઉત્તર : વસ્તુમાત્રમાં અવસ્થાઓ બે પ્રકારની હોય છે-૧. વિધાનયોગ્ય અને ૨. નિષેધયોગ્ય, દા.ત., ઘડામાં માટીમયતાનું વિધાન છે, સુવર્ણમયતાનો નિષેધ છે. વિધાનરૂપે માટીમયતા જેમ ઘડાની અવસ્થા છે તેમ નિષેધ રૂપે સુવર્ણમયતા પણ એ જ ઘડાની અવસ્થા છે! પ્રશ્ન : માટીમય કોણ?' ઉત્તર : “ઘડો.' પ્રશ્ન : “સુવર્ણમય કોણ નહીં?' ઉત્તર : એ જ ઘડો! તાત્પર્ય એ છે કે વિધિમુખે અવસ્થા સ્વપર્યાય કહેવાય. નિષેધમુખે અવસ્થાને પરપર્યાય કહેવાય. આ પરપર્યાય અનંત હોય છે. ૫. શબ્દ અને અર્થ ૧૮૫ “શબ્દપ્રાકૃત' માં કહેલાં લક્ષણોવાળા શબ્દો બે પ્રકારના છે : પ્રાકૃત અને સંસ્કૃત. “શબ્દપ્રાભૃતનો સમાવેશ ચૌદ પૂર્વોમાં થયેલો છે. એ “શબ્દપ્રાકૃત'માંથી ‘પ્રાકૃત વ્યાકરણ” અને “સંસ્કૃત વ્યાકરણ' લેવામાં આવેલાં છે. ઘર, પદ, અશ્વ વગેરે શબ્દો કહેવાય. શબ્દો અનંત છે. અર્થ : શબ્દના અભિધેયને અર્થ કહેવાય. અથ અનંત છે. ‘અર્થ' શબ્દની વ્યુત્પત્તિ આ રીતે કરવામાં આવી છે : 'મર્ધન્ડધિmતેની વેતિ અર્થ ! જવાનું, જણાવું, ઇચ્છાવું તે અર્થ. ૧૮પ, બ્લોક નં.૩ For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy