SearchBrowseAboutContactDonate
Page Preview
Page 530
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રશમરતિનું ફળ પ૦૯ બધી સાધના આત્મામાં સુરક્ષિત રહે છે. દેવલોકનું આયુષ્ય પૂર્ણ થતાં તેના પુનર્જન્મ મનુષ્યરૂપે થાય છે. ક આર્ય ક્ષેત્રમાં ઉચ્ચ જાતિ-કુળમાં જન્મે છે. પ્રેમાળ-ઉદાર સ્વજનો મળે છે. રૂ૫-લાવણ્ય અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. * નીરોગી અને બળવાન શરીર મળે છે. એ પરમાત્મ-ભકિતના સંસ્કારો જાગે છે. - સમ્યમ્ દર્શનનો ગુણ પ્રગટે છે. મતિજ્ઞાન-શ્રુતજ્ઞાનનો ઉદ્દલ પ્રકાશ પથરાય છે. જ દેશવિરતિ જીવન મળે છે. ક સર્વવિરતિ-શ્રમણજીવન મળે છે. » બાર પ્રકારના તપ કરીને કમને સંવર કરે છે. આ સર્વ કર્મોનો નાશ કરી પરમ શુદ્ધ બને છે, મુક્ત બને છે. કદાચ, આ રીતે ત્રીજે ભવ મુક્તિ ન મળે તો ચોથો ભવ દેવલોકનો, પાંચમો મને પ્ય લોકનો, છઠ્ઠો દેવલોકનો...સાતમાં મનુષ્ય લોકનો. એમ આઠ ભવમાં તો તે મોક્ષ જાય જ. ગૃહસ્થ પણ ઉત્તરોત્તર આત્મવિકાસ કરીને કેવી રીતે પૂર્ણતા પામે છે, તેનો વ્યવસ્થિત ક્રમ, આ રીતે ગ્રન્થકારે બતાવ્યો છે. પ્રશમતિનું ફળ इत्येवं प्रशमरतेः फलमिह स्वर्गापवर्गयोश्च शुभम् । सम्प्राप्यतेऽनगारैरगारिभिश्चोत्तरगुणाढ्यैः ।।३१०।। અર્થ : (તિ ગ્રન્થસમાપ્તિસૂચક છે) આ રીતે, ઉત્તર ગુણોથી મુળ ગુણોથી પણ) સમૃદ્ધ અણગારા અને ગૃહસ્થો, પ્રશમરતિનું વર્ગ-અપવર્ગરૂપ શુભ ફળ પ્રાપ્ત કરે છે. વિવેચન : પ્રશમરતિ! કપાયજય! એનું ફળ વિસ્તારથી બતાવ્યા પછી, સારરૂપે બતાવે છે : સ્વર્ગ અને અપવર્ગ. સ્વર્ગમાં અભ્યદયનું સુખ મળે છે, અપવર્ગ-મોક્ષમાં નિઃશ્રેયસનું સુખ For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy