SearchBrowseAboutContactDonate
Page Preview
Page 516
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્રીજા ભવે મોક્ષ ૪૫ તમારો છેલ્લો માનવભવ વિશિષ્ટતાઓથી ભરેલાં હશે. વિશુદ્ધ જાતિવાળા અને ઉચ્ચ કુળમાં તમારી જન્મ થશે. ગૃહસ્થોચિત ઉચ્ચ કોટિના આચારોનું કુલપરંપરાથી જ્યાં પાલન થતું હશે, એવા પરિવારમાં તમારો જન્મ થશે. માણસથી ભર્યા-ભર્યા પરિવારમાં તમારો જન્મ થશે! કે જેને સંસારનાં શ્રેષ્ઠ સુખ કહેવાય, તે સુખ તમને મળવાના. તમને ઉચ્ચ કુળની ખાનદાની મળવાની. દુનિયાની દૃષ્ટિમાં તમે ગોરવાહ બનવાના. તેથી, લોકોમાં તમે પ્રીતિપાત્ર બનવાના. તમારી ખાનદાની માત્ર સંપત્તિની અપેક્ષાએ નહીં હોય, પરન્તુ તમારામાં રહેલા ઉચ્ચ ગુણોની અપેક્ષાએ હશે છતાં તમને કુલાભિમાન નહીં હોય! તમને સ્વજનો પણ પ્રેમભર્યા મળવાના. નિઃસ્વાર્થ પ્રેમ હશે તેઓનો. તમારા જ સુખનો વિચાર હશે એ સ્વજનનાં હૈયે. છતાં તમારું હૈયું તો વિરક્ત જ રહેવાનું! - તમે ગર્ભશ્રીમત્ત બનવાના. શ્રીમત્ત માતાના ઉદરમાં અવતરિત થવાના, જન્મ પછી પણ દોમદોમ સાહ્યબી તમારાં ચરણોમાં આળોટતી હશે.. છતાં એ વિપુલ સંપત્તિ તરફ તમે તો અનાસક્ત જ રહેવાના. છે તમને એવું દિવ્ય રૂપ મળશે કે દુનિયાની શ્રેષ્ઠ રૂપવતી સ્ત્રીઓ પણ તમારા તરફ મુગ્ધ થઈ જાય. શરીરનો ઘાટ અને શરીરનું સૌન્દર્ય, શરીરની પ્રભા અને શરીરનું ઓજસ..બધું જ અદ્ભુત હશે; છતાં તમે ‘રૂ૫ 'ના અનુરાગી નહીં હો! જ તમારા પ્રમાણોપેત શરીરમાં જગતને આશ્ચર્ય પમાડી દેનારું બળ હશે. તમે કદાચ એ બળનો ઉપયોગ કરશો તો પણ ‘પરોપકારાય” જ કરવાના. એ બળ પરપીડામાં નહીં જ વપરાય. અદ્વિતીય બળ હોવા છતાં તમને એ બળનું અભિમાન નહીં હોય. તમારો મતિજ્ઞાનાવરણ-કર્મનો એવો ક્ષયોપશમ હશે કે તમારી બુદ્ધિ પર દુનિયાના ભલભલા બુદ્ધિમાનો પણ ઓવારી જવાના. ગમે તેવા અટપટા પ્રશ્નોનો તમે તત્કાલ ઉકેલ આપી શકવાના. ગહનમાં ગહન તત્ત્વોને સમજતાં તમને વાર નહીં લાગવાની. આવી બુદ્ધિ હોવા છતાં તમને બુદ્ધિનું અભિમાન નહીં હોય. આ બધું તો દુનિયાની આંખે ઝટ ચઢી જાય એવું મળવાનું! તમને શારીરિક અને માનસિક સુખ આપનારા મળવાના...પરન્તુ, દુનિયા જે જોઈ શકતી નથી For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy