SearchBrowseAboutContactDonate
Page Preview
Page 483
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રશમરતિ ૪૬૨ * ત્રીજા સમયે આત્માની મંથાનાકૃતિ બનાવે. * ચોથા સમયે આત્મા સમગ્ર લોકવ્યાપી |૧૪ રાજલોકવ્યાપી બની જાય. * પાંચમા સમયે મંથાનરૂપે બની જાય. * છઠ્ઠા સમયે કપાટરૂપે બની જાય. * સાતમા સમયે દંડરૂપે બની જાય. * આઠમા સમયે આત્મા શરીરસ્થ બની જાય છે. આ ‘સમુદ્દાત’-પ્રયોગ દ્વારા કેવળજ્ઞાની મહાત્મા, વેદનીય-કર્મ-નામકર્મ અને ગોત્રકર્મની સ્થિતિ (વર્ષો...મહિના દિવસો કલાકો ક્ષણો...સમય]ઘટાડીને, આયુષ્યકર્મની સ્થિતિ મુજબ કરી દે છે. કેવા ક્રમથી એ ત્રણ કર્મોની સ્થિતિ ઘટાડે છે, તેનું વર્ણન પણ ‘પંચસંગ્રહ,' ‘કર્મપ્રકૃતિ’ વગેરે ગ્રન્થોમાં મળે છે : * વેદનીય-નામ અને ગોત્રકર્મની સ્થિતિ’ પલ્યોપમના અસંખ્યાતમા ભાગપ્રમાણ હોય, તેના કલ્પનાથી અસંખ્ય ભાગ કરે. તે અસંખ્ય ભાગોમાંથી એક જ ભાગ શેષ રાખે અને બાકીના બધા ભાગોનો પહેલા સમયે દંડાકૃતિ બનીને નાશ કરે. * આ રીતે સ્થિતિનો નાશ કરીને, ત્રણેય કર્મોના ‘રસ’નો નાશ કરે છે. ત્રણેય કર્મોમાં પડેલા રસના કલ્પનાથી અનન્ત ભાગ કરે! એક અનન્તમો ભાગ શેષ રાખીને, બાકીના બધા ભાગોનો નાશ કરે. * શેષ રહેલો સ્થિતિનો એક અસંખ્યાતમો ભાગ, અને રસનો એક અનન્તમો ભાગ, તેના કલ્પનાથી ક્રમશઃ અસંખ્ય અને અનન્ત ભાગ કરે! તેનો એક-એક ભાગ શેષ રાખીને, બાકીના બધા ભાગોનાં સમુદ્દાતના બીજા સમયે 1કપાટાકૃતિ બનીને નાશ કરે. છે. * આ રીતે સ્થિતિઘાત અને રસઘાત ત્રીજા અને ચોથા સમયે પણ કરે. ચોથા સમયે વેદનીયાદિ ત્રણ કર્મોની સ્થિતિ, પોતાના આયુષ્યકર્મથી માત્ર સંખ્યાતગુણી જ રહે. ૨સ પણ સંખ્યાતગુણ જ રહે. For Private And Personal Use Only * ૫-૬-૭-૮ સમયોમાં સ્થિતિઘાત અને રસઘાતની પ્રક્રિયા ચાલતી રહે છે. અસંખ્ય વાર સ્થિતિઘાત-રસઘાત થતા રહે છે...એમ કરતાં, વેદનીયાદિ ત્રણ કર્મો, આયુષ્ય કર્મની સ્થિતિ જેટલાં બની જાય છે...અન્તર્મુહૂર્ત પૂરું થાય છે... આયુષ્યકર્મ પૂરું થાય છે, તેની સાથે વેદનીયાદિ કર્મો પૂરાં થાય છે અને આત્મા વિદેહ બની જાય છે, સિદ્ધ-બુદ્ધ-મુક્ત બની જાય છે.
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy