SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રાગના પર્યાયો ૨૫ કોઈ કહે : ‘હું તો મધ્યસ્થ ભાવ પસંદ કરું છું.' ભલે મધ્યસ્થ ભાવને દૃઢ કરો. કોઈ કહે : ‘હું તો વૈરાગ્ય-વીતરાગતા પ્રાપ્ત કરવા ચાહું છું.’ ભલે, વૈરાગ્ય દૃઢ કરો. વીતરાગતા પુષ્ટ કર્યો. કોઈ કહે : ‘આપણે તો શમ, પ્રશમ, ઉપશમ કેળવવો છે.' ભલે, એ કેળવો! કોઈ કહે : ‘આપણે તો દોર્ષોનો ક્ષય કરવો છે' ભલે, દોષોનો ક્ષય કરો! કોઈ કહે : ‘આપણે કષાયોને નાથવા છે...' ભલે કાર્યો પર વિજય મેળવો, આમાંથી ગમે તે કરો-એ વૈરાગ્યભાવના છે, વૈરાગ્યની જ વાસના છે. અહીં ગ્રંથકાર મહર્ષિએ ‘પ્રશમ’ માં રતિ કેળવવાનું પસંદ કર્યું છે! વૈરાગ્યના આઠ પર્યાયોમાંથી ‘પ્રશમ' શબ્દને પસંદ કર્યો છે. પ્રશમરસમાં સ્થિરતા પ્રાપ્ત કરવા ને કરાવવા આ ગ્રંથનું સર્જન કર્યું છે. એક જ કામ કરો-વૈરાગ્યને-પ્રશમને પુષ્ટ કરવાનું. એ કામ ત્યારે થાય કે જ્યારે પ્રશમ પ્રિય લાગે. પ્રશમભાવની અભિરુચિ પ્રગટે તો એ ભાવને ટકાવવા માટે પ્રયત્ન થાય. પ્રશમભાવમાં પરમસુખની અનુભૂતિ કરવાની તમન્ના જાગી જવી જોઈએ. ‘કાર્યોમાં-કાષાયિક ભાવોમાં અંશ માત્ર પણ સુખ નથી, આનંદ નથી, શાન્તિ નથી, આ વાત બરાબર હૃદયસ્થ થઈ જવી જોઈએ તો જ પ્રશમભાવની રતિને આત્મામાં જકડી રાખવા માટે પુરુષાર્થ થાય. વૈરાગ્યનાં આ આઠ રૂપોમાંથી ગમે તે એક રૂપ પસંદ કરો. એ રૂપને પ્રાપ્ત કરવા મન-વચન-કાયાથી પુરુષાર્થ કરો. એ માટે જે કોઈ ઉપાય કરવો પડે તે કરો. જેમ જેમ તમે એ પુરુષાર્થ કરતા જશો તેમ તેમ અંતરાત્માનું અપૂર્વ સુખ તમે અનુભવતા જશો. પ્રશમતિમાં એ સુખાનુભવ કરાવવો છે. એ માટે જ આ ગ્રંથરચના છે. મુમુક્ષુ આત્માઓ પ્રત્યેની કરુણાથી પ્રેરાઈને ભગવાન ઉમાસ્વાતિએ આ ગ્રંથની રચના કરી છે. કેવી રીતે એ પુરુષાર્થ, પ્રશમભાવમાં સ્થિરતા પ્રાપ્ત કરવાનો કરી શકાય, એનું માર્ગદર્શન આ ગ્રંથમાંથી પ્રાપ્ત થશે. રાગના પર્યાયો इच्छा मूर्च्छा काम: स्नेहो गार्ध्यं ममत्वमभिनन्दः । अभिलाष इत्यनेकानि रागपर्यायवचनानि ||१८|| અર્થ : ઇચ્છા, મૂર્છા, કામ, સ્નેહ, ગૃદ્ધતા, મમત્વ, અભિનન્દ (પરિતોષ) અને અભિલાષા-આ રાગના અનેક પર્યાય-શબ્દો છે. For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy