SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પાંચ ચારિત્ર જે પાંચ મહાવ્રત આપવામાં આવ્યાં હતાં, તે પણ નિરતિચાર છેદોપસ્થાપનીય ચારિત્ર હતું. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨. પાંચ મહાવ્રતોને સ્વીકાર્યા પછી, એ મહાવ્રતોનું ખંડન થયું હોય, એવા સાધુ-સાધ્વીને પુનઃ પાંચ મહાવ્રતો આપવામાં આવે તેને સાતિચાર છેદોપસ્થાપનીય ચારિત્ર કહેવાય. ૪૦૯ પરિહારવિશુદ્ધિ ચારિત્ર : પરિહાર એટલે તપ. જે તપથી ચારિત્ર વિશેષ વિશુદ્ધ બને, તે તપને પરિહારવિશુદ્ધિ કહે છે, તે અપેક્ષાએ એ વિશુદ્ધ ચારિત્રને પરિહારવિશુદ્ધિચારિત્ર કહેવામાં આવ્યું છે. આ ચારિત્ર પહેલા અને છેલ્લા તીર્થંકરના સમયમાં જ હોય છે. [પાંચ ભરત-પાંચ ઐરવત ક્ષેત્રોમાં. નવ મુનિ ગુરુ-આજ્ઞાથી ગચ્છ બહાર નીકળે. તપશ્ચર્યા માટે અનુકૂળ ક્ષેત્રમાં જાય. ત્યાં મુનિઓ ત્રણ વિભાગમાં થઈ જાય. એક મુનિ વાચનાચાર્ય બને, ચાર મુનિ ઉત્કૃષ્ટ તપ કરે અને ચાર મુનિ સેવા કરે. ૐ આ ચારિત્ર સ્વીકારનાર મુનિની ઉંમર ઓછામાં ઓછી ૨૯ વર્ષની હોવી જોઈએ. દીક્ષાપર્યાય ૧૯ વર્ષનો હોવો જોઈએ. ગ્રીષ્મમાં ૧ ઉપવાસ ૨ ઉપવાસ ૩ ઉપવાસ * આ ચારિત્ર તીર્થંકર પાસે કે તીર્થંકર પાસે દીક્ષિત થયેલા મુનિ પાસે જ અંગીકાર કરી શકાય. તપશ્ચર્યા : તપ શિશિરમાં વર્ષોમાં જઘન્ય ૨ ઉપવાસ ૩ ઉપવાસ મધ્યમ ૩ ઉપવાસ ૪ ઉપવાસ ઉત્કૃષ્ટ ૪ ઉપવાસ ૫ ઉપવાસ. * ચાર સાધુઓ છ મહિના સુધી તપ કરે, પછી સેવા કરનારા ચાર મુનિ તપ કરે અને તપ કરનારા મુનિ સેવા કરે. છ મહિને તપ પૂરું થયા પછી વાચનાચાર્ય તપ શરૂ કરે. બાકીના આઠ સાધુઓમાંથી એક સાધુ વાચનાચાર્ય બને અને સાત સેવા કરે. આ રીતે ૧૮ મહિના આ તપ ચાલે. For Private And Personal Use Only * અઢાર મહિના પછી, એ નવ સાધુઓમાંથી જન ‘જિનકલ્પ · સ્વીકારવા હોય તે જિનકલ્પ સ્વીકારી શકે, જેને ગરમાં આવવું હોય તે ગચ્છમાં આવી
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy