SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ઉપયોગ-સાકાર : અનાકાર ૭૪૯ ઉપયોગ જ સ્વ અને પરનો બોધ કરાવે છે, જ્ઞાન કરાવે છે. ‘આ સારું, આ નરસું, આ છે, આ નથી, આ આમ કેમ, આ આમ કેમ નહીં.' ઇત્યાદિ ‘ઉપયોગ’ ના કારણે જાણે છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir વળી, લક્ષણ તો એવું હોવું જોઈએ કે એ સમગ્ર લક્ષ્યમાં સદા રહે. આત્મા લક્ષ્ય છે. ઉપયોગ લક્ષણ છે. આત્મામાં-સર્વ આત્માઓમાં આ લક્ષણ સદા જોવા મળે છે. આ સિવાયના બીજા ગુણો ક્યારેક પ્રગટ હોય, ક્યારેક પ્રગટ ન પણ હોય. જ્યારે ઉપયોગ તો નિગોદના જીવોમાં પણ પ્રગટ, હોય છે! ‘નીસૂત્ર’માં કહ્યું છે : સવનીવામાં પિમાં મચ્છરાં ઝળતાનો નિથ્થુધાડિયો! સર્વ-જીવોમાં અક્ષરનો અનન્તમો ભાગ (આ જ ઉપયોગ) નિત્ય ઉઘાડો હોય છે. 32 આ ઉપયોગના બે પ્રકાર છે : જ્ઞાનોપયોગ વિશેષ બોધ 1 અને દર્શનોપયોગ (સામાન્ય બોધ] આ ‘ઉપયોગ’ લક્ષણ : ૧. લક્ષ્ય-આત્મામાં જ રહે છે, ૨. લક્ષ્મતર-જડમાં નથી જતું, ૩. સકલ લક્ષ્યમાં-સર્વ આત્માઓમાં રહે છે. સાકાર ઉપયોગના આઠ અને આનાકાર ઉપયોગના ચાર પ્રકારો છે, તે પ્રકારો ગ્રન્થકાર સ્વયં હવે એક કારિકામાં બતાવે છે : ઉપયોગ-સાકારઃ અનાકાર ज्ञानाऽज्ञाने पञ्चत्रिविकल्पे सोऽष्टधा तु साकारः । चक्षुरवक्षुरवधिकेवलदृग्विषयस्त्वनाकारः । १९५ ।। અર્થ : પાંચ પ્રકારનું જ્ઞાન અને ત્રણ પ્રકારનું અજ્ઞાન-આ આઠ પ્રકારે સાકાર ઉપયોગ છે. ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન અને કેવળદર્શન-આ ચાર પ્રકારે અનાકાર ઉપયોગ છે. વિવેચન : જ્ઞાનની શક્તિ-ચેતનાશક્તિ દરેક આત્મામાં સમાન હોય છે, પરંતુ બોધવ્યાપાર-ઉપયોગ સમાન નથી હોતો, તેથી જીવોમાં ઉપયોગની વિવિધતા જોવા મળે છે. ઉપયોગની વિવિધતા, જીવાત્માનાં બાહ્ય-આંતર કારણની વિવિધતા પર અવલંબિત હોય છે. બાહ્ય કારણો જેવાં કે ઇન્દ્રિયો, વિષય, ૩૮. નન્દીસૂત્ર/સૂત્ર-૪૨ ૩૧, ૧ દ્વિવિધોડષ્ટચતુર્મેદ્રઃ તત્ત્વાર્થ/અ. ૨, સુ-૨ For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy