SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪૪ પ્રશમરતિ “તિર્યંચોના પાંચ પ્રકાર : એકેંદ્રિય, બેઇન્દ્રિય, તંઇન્દ્રિય ચઉરિન્દ્રિય અને પચેન્દ્રિય. આ તિર્યંચો ત્રણ વિભાગમાં વિભાજિત છે : જલચર (પાણીમાં ચાલનારા) સ્થલચર (પૃથ્વી પર ચાલનારા), ખેચર (આકાશમાં ઊડનારા) જલચર : પાડા જેવા મત્સ્ય, માછલાં, કાચબા, ઝંડો, મગર વગેરે. સ્થલચર : ચતુષ્પદ (ગાય વગેરે), ઉરપરિસર્પ (સાપ વગેરે), ભુજપરિસર્પ (નોળિયો વગેરે) ખેચર : રોમજ (રૂંવાંટાની પાંખવાળા પોપટ, કાગડા વગેરે), ચર્મજ (ચામડાની પાંખવાળા વડવાગુલી, ચામચીડિયાં વગેરે) મનુષ્યના ત્રણ પ્રકાર : કર્મભૂમિના (ભરત-૫, એરવત-૫, મહાવિદેહપ૧૫ , અકર્મભૂમિના[ હેમવત-પ, ઍરણ્યવતુ-પ, હરિવર્ષ-૫, ૨૬-૫, દેવકુ -પ, ઉત્તરકુરુ-પ અંતરદ્વીપના પક. પ્રશ્ન : કર્મભૂમિ કોને કહેવાય? ઉત્તર : જે ભૂમિમાં હથિયાર, લેખન, અને ખેતીથી વ્યવહાર ચાલતો હોય તે કર્મભૂમિ કહેવાય. પ્રશન: અકર્મભૂમિ કોને કહેવાય? ઉત્તર : જ્યાં હથિયાર, લેખન અને ખેતી વિના વ્યવહાર ચાલે તે અકર્મભૂમિ કહેવાય. પ્રશ્ન : અન્તરદ્વીપ કોને કહેવાય? ઉત્તર : આ જંબુદ્વીપમાં હિમવંત” અને “શિખરી' નામના બે પર્વત છે. તે પૂર્વ અને પશ્ચિમમાં લાંબા છે. તેમના બંને છેડાઓ બે વિભાગમાં લવણસમુદ્રમાં ગયેલા છે. એટલે કુલ આઠ દાઢાઓ થઈ. દરેક દાઢા ઉપર ૭-૭ દ્વિીપો છે. તેથી કુલ ૫૬ દ્વિપ થાય. આ ૫૭ અંતર્ધ્વપોમાં યુગલિક મનુષ્યો અને તિયો રહે છે. ३१. १ किं तं तिरिक्खजोणिया? तिरिक्खजोणिया पंचविधा पण्णत्ता, तंजहा. एगिदियतिरिक्खजोणिया बेइंदियतिरिक्खजोणिया तेइंदियतिरिक्खजोणिया चउरिंदियतिरिक्खजोणिया पंचिंदियतिरिक्खजोणिया। -जीवाजीवाभिगमे/ सूत्र-९६ ३२. से किं तं गमवक्कंतियमणुस्सा? गम्भवक्कंतियमणुरसा तिविधा पण्णत्ता, तं जहा कम्मभूमगा अकम्मभूमगा अंतरदीवगा।। - जीवाजीवाभिगमे/ सूत्र-१०७ For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy