SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪૨ પ્રશમરતિ ઇચ્છાપૂર્વક કે ઇચ્છા વિના જે જીવો ઊંચ-નીચે કે તીરછી ગતિ કરી શકે તે જીવોને “ત્રસ” ઇંચર કહેવાય. જે જીવો ઠંડી-ગરમી આદિ ઉપદ્રવો હોવા છતાં તે સ્થાન છોડી ન શકે, ઇચ્છા કે અનિચ્છાથી ગતિ ન કરી શકે તે જીવોને સ્થાવર' =અચર કહેવાય છે. તેજસ્કાય, વાયુકાય, બેઇન્દ્રિય, ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિય જીવો ચર છે. પૃથ્વીકાય, અપકાય અને વનસ્પતિકાય-આ સ્થાવર જીવો છે. તેજસ્કાય અને વાયુકાયના જીવો “ગતિત્રસ' કહેવાય છે. એ સિવાયના બેઇન્ડિયાદિ જીવો ‘લબ્ધિત્રસ' કહેવાય છે. અગ્નિ અને વાયુની માત્ર ઊંચીનીચી-તીરછી ગતિ હોય છે,...ઈચ્છાથી ગતિ નથી હોતી. જ્યારે બેઇન્દ્રિયાદિ જીવોની ગતિ ઇચ્છાથી હોય છે. માટે તેમને “લબ્ધિસ' કહેવામાં આવ્યા છે. ઈચ્છા - એક પ્રકારની લબ્ધિ છે. ત્રણ પ્રકારે : સંસારી જીવો જ્યાં ત્રણ પ્રકારના બતાવવામાં આવ્યા છે, ત્યાં તે જીવોના ૧. સ્ત્રી ૨. પુરુષ, અને ૩. નપુંસક તરીકે પ્રકારો બતાવાય છે. - સ્ત્રીવેદ [મોહનીય કર્મ ના ઉદયથી સ્ત્રીપણું મળે છે. પુરુષવેદ મોહનીય કર્મી ના ઉદયથી પુરુષપણું મળે છે. નપુંસકવેદ મોહનીય કમી ના ઉદયથી નપુંસકપણું મળે છે. - તે તે વેદોદયને અનુરૂપ જીવાત્માને શરીર, સ્વભાવ, લાગણીઓ વગેરેની પ્રાપ્તિ થાય છે. શ્રી જીવાજીવાભિગમ-સૂત્રના ટીકાકાર આચાર્યશ્રીએ એક એક શ્લોકથી સ્ત્રી-પુરુષ અને નપુંસકનું સ્વરૂપ સમજાવ્યું છે. २५. अभिसन्धिपूर्वकमनभिसन्धिपूर्वकं वा ऊर्ध्वमधस्तिर्यक चलन्तीति त्रसाः ।। उष्णाद्यभितापेऽपि तत्स्थानपरिहारासमर्थाः सन्तस्तिष्ठन्तीत्येवंशीलाः स्थावराः । - નીવાનીવાઈમ-ટીયા २६. से किं तं थावरा? थावरा तिविहा पन्नत्ता, तंजहा-पुढविकाइया आउक्काइया वणस्सईकाइया। - जीवाजीवाभिगमे सूत्र-१० २७. तत्थ जे ते एवमाहंसु तिविधा संसारसमावण्णगा जीवा पण्णत्ता ते एवमाहंसु, तं जहा इत्थि पुरिसा णपुंसका। - जीवाजीवाभिगमे/ सूत्र-४४ २८. योनिर्मूदुत्वमस्थैर्य, मुग्धताऽऽबलता स्तनौ। पुस्कामितेति लिङ्गानि, सप्त स्त्रीत्वे प्रचक्षते ।। मेहनं खरता दाय, शौण्डीर्य श्मश्रु धृष्टता। स्त्रीकामितेति लिङ्गानि सप्त पुंस्त्वे प्रचक्षते ।स्तनादिश्मश्रुकेशादिभावाभावसमन्वितम्। नपुंसकं बुधाः प्राहुर्मोहानल-सुदीपितम ।। For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy