SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્વાવથી એ જ શાસ્ત્ર शासनसामर्थ्येन तु सन्त्राणबलेन चानक्येन । युक्तं यत् तच्छास्त्रं तच्चतत् सर्वविद्वचनम् ।।१८८ ।। અર્થ : અનુશાસન કરવાના સામર્થ્યથી તથા નિદૉષ રક્ષણબળથી યુક્ત હોવાના કારણે તેને “શાસ્ત્ર' કહેવાય છે, અને તે શાસ્ત્ર સર્વજ્ઞવચન જ છે. વિન : શાસ્ત્ર! સંસારના સ્વભાવને વાસ્તવિક બનાવનારું છે, આ સર્વબંધનોથી મુક્ત પૂર્ણ આત્મસ્વભાવને બતાવનાર છે. જ શરણાગત જીવોનું નિષ્પાપ ઉપાયોથી પરિરક્ષણ કરનારું છે. આવું શાસ્ત્ર એટલે દ્વાદશાંગ પ્રવચન આવું શાસ્ત્ર એટલે સર્વજ્ઞનું વચન આવું શાસ્ત્ર એટલે વીતરાગ-વઢપ અને ગતમોહ પરમાત્માનું વચન! જે વીતરાગી નથી, કંપમુક્ત નથી, મોહરહિત નથી, તેનાં વચનો, ગ્રન્થો શાસ્ત્રો ન બની શકે. કારણ કે તેવા રાગ-દ્વપ-મોહથી ઘેરાયેલા ભગવાનોનાં વચન નથી વાસ્તવિક સંસારસ્વરૂપ સમજાવી શકતાં, નથી મોક્ષદશાનું યથાર્થ નિરૂપણ કરી શકતાં કે નથી શરણાગત જીવોનું નિખાપ ઉપાયથી પરિરક્ષણ કરી શક્યાં. પછી એને શાસ્ત્ર કેમ કહેવાય? - જેનાં અધ્યયનથી માનવીના હૈયે, ભાવુક જીવોના હૃદયમાં સંસારનાં સુખ પ્રત્યે વૈરાગ્યના ભાવ ન જાગે, જેના અધ્યયનથી શિવ-અચલ-અરજી-અનંતઅક્ષય-અવ્યાબાધ એવા મોક્ષનું આકર્ષણ ન જાગે...તેને શાસ્ત્ર કેમ કહેવાય? દુઃખ, ત્રાસ, સંતાપ અને અસંખ્ય વિટંબણાઓથી બચવા અને પુનઃ એ દુ:ખ ત્રાસ આદિ ન સતાવે, તે માટે જેના શરણે આવે તે જ બચાવી ન શકે અને નિષ્પાપ ઉપાયો ન બતાવી શકે, તો તેને શાસ્ત્ર કેમ કહેવાય? શ્રીપાલચરિત્રમાં, જ્યારે રાજકુમારી મયણાસુંદરીને, રોષે ભરાયેલા પિતારાજાએ, એક કોઢરોગથી ઘેરાયેલા ઉંબરાણા' સાથે પરણાવી દીધી હતી ત્યારે ઉબુદ્ધ મયણાસુંદરી સર્વજ્ઞવચનના સહારે જ સ્વસ્થ, નિર્ભય અને નિશ્ચલ રહી શકી હતી. એણે એવાં શાસ્ત્રોનું અધ્યયન -પરિશીલન કરેલું હતું. “સંસારમાં આવું બધું તો બને!' એના હૈયે પોતાના પિતા પ્રત્યે કોઈ રોપ ન જન્મ્યો! એના For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy