SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચાર ધર્મકથા ૩૨૯ સાંભળવા મળે! તેમના કાનોને ગમી જાય અને એમના મનને આલ્લાદિત કરી જાય - એવી વાણીમાં ધર્મોપદેશ આપવાનો છે. સાથે સાથે, વક્તાના હૃદયમાં વૈરાગ્યભાવ વૃદ્ધિ પામતો જાય! તત્ત્વબોધ સ્પષ્ટ અને ઊંડો બનતો જાય! શુભ ભાવોમાં ભરતી આવતી જાય...! ધર્મકથા કરવાની છે આ માટે! માત્ર જનમનોરંજન કરવા માટે નહીં. મુનિ જે કાંઈ ધર્મકથા કરે, તેમાં પહેલા શ્રોતાએ પોતે બને! વક્તાની પોતાની વૈયિક સુખોમાં અનાસક્તિ વધતી હોય અને જિનવચનો આત્મસાત્ થતાં જાય, એ રીતે ધર્મકથા કરે. સંવેદની : શ્રોતાઓને વાસ્તવિક દુઃખોથી પરિચિત કરીને, ભયનું સંવેદન કરાવે તે સંવેદનની-ધર્મકથા કહેવાય. સંસારની ચાર ગતિ : નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ,-આ પ્રમાણે છે. ચારમાંથી એકેય ગતિમાં સુખ નથી, શાન્તિ નથી. સંસારની એક એક ગતિમાં નર્યું દુ:ખ ભરેલું છે! ૧. નરકગતિમાં જીવોને ઘોરાતિયાર વેદનાઓ સહેવી પડે છે. ભયાનક ગરમી અને અસહ્ય ઠંડી..! નિરંતર શરીરનાં છંદન-ભેદન...! નિરંતર વેદના જ વેદના...એક ક્ષણ પણ વેદના વિનાની પસાર ન થાય. આવી રીતે ઓછામાં ઓછાં દસ હજાર વર્ષ તો પસાર કરવાં જ પડે! ધાર હિંસા, તીવ્ર રૌદ્રધ્યાન...આદિ ક૨વાથી નરકગતિમાં જન્મવું પડે છે. ૨. તિર્યંચય્યનિમાં પશુ...પક્ષી આદિ) પણ ઠંડી, ગરમી, ક્ષુધા, તૃષા, વાહન-તાડન-દમન-ઈદન...આદિ દુઃખોનો પાર નથી હોતાં. પરવશપણે...પરાધીનપણે જીવનપર્યંત ધોર ત્રાસ સહવાના હોય છે... ૩. મનુષ્ય ગતિમાં તાં પ્રત્યક્ષ જોઈ શકાય છે-દુઃખો અને વેદનાઓ! કોઈને અંધાપો છે...કોઈ લંગડાં છે...કોઈ બહેરાં છે...કોઈ ગાંડાં છે...કોઈ જડ છે...! અસંખ્ય રોગોથી પીડાતા...કરાસતા કરોડો માનવો છે..જેઓને શારીરિક દુઃખો નથી તેઓ માનસિક અનેક દુ:ખોને ભોગવતા હોય છે. પ્રિય-અપ્રિયના સંયોગ-વિયોગની ચિંતાઓ, નિર્ધનતા-દરિદ્રતાના વલોપાતો, શત્રુભય-રાજભય આદિ ભર્યોનો ફફડાટ...આ બધામાં ક્યાં છે સુખ? ક્યાં છે શાન્તિ? ૪. દેવગતિમાં પણ દુઃખો હોય છે, તે દુ:ખો માનસિક હોય છે. મનમાં દુ:ખોની પીડાનો પાર નથી હોતો. બીજા દેવાનો વિશેષ વૈભવ જોઈને મન બળે છે. મોટા દેવોની આજ્ઞાથી અશ્વ, મયૂર, બળદ આદિ પશુઓનાં રૂપ કરવાં પડે For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy