SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તપશ્ચર્યા ૩૧૭ નથી કરવાનો. ‘આચાર્ય વગેરે મને સેવાનો લાભ આપીને મારા પર ઉપકાર કરે છે.' આ વિચાર કરવાનો છે. ૪. વિનય : જેઓ વિનયને યોગ્ય હોય તેમનો વિનય કરવાથી પાપકર્મોનો નાશ થાય છે, માટે ‘વિનય' ને તપ કહેવામાં આવ્યું છે. પૂજ્ય પુરુષો આવે ત્યારે ઊભા થવું, મસ્તકે અંજલિ જોડવી, ચરણપ્રક્ષાલન કરવું, બેસવા આસન આપવું વગેરે અનેક પ્રકારો વિનયના છે. ૫. વ્યુત્સર્ગ : સાધુ-સાધ્વીએ સંગ્રહી-પરિગ્રહી બનવાનું નથી હોતું એટલે એની પાસે જે વધારાનાં ઉપકરણ હોય તેનો તેણે ત્યાગ કરવાનો હોય છે. ઉપકરણોને ક્યાં અને કેવી રીતે ત્યજવાં, તેની વિધિ શાસ્ત્રોમાં બતાવેલી છે, દોષિત ભિક્ષા અને પાણીનો પણ ત્યાગ કરવાનો હોય છે. આ થઈ બાહ્ય ત્યાગની વાત. અત્યંતર ત્યાગની દૃષ્ટિએ મિથ્યાદર્શનનો અનુરાગ ત્યજવાનો છે. ક્રોધ-માન-માયા અને લોભની વૃત્તિઓ ત્યજવાની છે. ૬. સ્વાધ્યાય : સ્વાધ્યાય-અધ્યયન-પરિશીલન પણ અત્યંતર તપ છે. તેના પાંચ પ્રકારો બતાવવામાં આવ્યા છે : (૧) વાચના : સદ્ગુરુનાં ચરણોમાં વિનયપૂર્વક સૂત્ર-અર્થ ગ્રહણ કરવાં. (૨) પૃચ્છના : સંદેહ દૂર કરવા વિનયપૂર્વક પ્રશ્ન પૂછવા. (૩) અનુપ્રેક્ષા : મનમાં આગમ-તત્ત્વોનું અનુચિંતન કરવું. (૪) આમ્નાય : સૂત્રપાઠનું શુદ્ધિપૂર્વક ઉચ્ચારણ કરવું. (૫) ધર્મોપદેશ :` આક્ષેપણી, વિક્ષેપણી સંવેદની અને નિર્વેદની કથાઓ દ્વારા ધર્મોપદેશ આપવો. બાહ્ય તપ, અત્યંતર તપમાં સહાયક બને છે. અત્યંતર તપમાં સહાયભૂત બને એટલું જ બાહ્ય તપ કરવું જોઈએ. ઇન્દ્રિયોને નુકસાન ન થાય તે રીતે બાહ્ય તપ કરવાનું છે. બાહ્ય તપ કરતાં દુનિયાની દૃષ્ટિમાં તમે ‘તપસ્વી’ કહેવાશો. તમારી પ્રશંસા થશે...ત્યારે તપનું અભિમાન તમારા મનમાં ન આવી જાય, એની પૂરી તકેદારી રાખજો, તપથી કર્મનિર્જરા કરવાની છે, આત્માને પાવન કરવાનો છે, એ યાદ રાખજો. ૨૧.આક્ષેપણી આદિ ચાર કથાઓનું વિવેચન કારિકા-૧૮૨૧૮૩ માં વાંચો. For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy