SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૯૯ દશ પ્રકારનો મુનિધર્મ ૧. ક્ષમા : કોઈ તમને ગાળ દે, કોઈ તમારું અપમાન કરે, કોઈ તમારા પર પ્રહાર કરે, તમે સહન કરો, ગાળ દેનાર તરફ, અપમાન કરનાર તરફ, પ્રહાર કરનાર તરફ તમે કરુણાભાવથી જુઓ, એમના તરફ રોષ કે રીસ ન કર, સહન કરવાની અને ક્ષમા કરવાની તમારી શક્તિ વધારતા રહો. ૨. માવ : માન-કપાય પર વિજય મેળવો! મૃદુ બનો, હૃદયને મૃદુકોમળ બનાવો, માન-અભિમાન હૃદયને કઠોર બનાવે છે. કઠોર હૈયામાં સગુણોનાં બીજ ઊગતાં નથી. તમે તમારી નમ્રતાને કાયમ રાખવા પ્રયત્નશીલ બનો. એ માટે તમે તમારા દોષોને જોતા રહો, બીજાઓના ગુણોને જોતા રહો. “હું અનંત દોષોથી ભરેલો છું.” આ ખ્યાલ તમને નમ્ર બનાવી રાખશે. ૩. આર્જવ : સરળ બનો. બાળક જેવી સરલતા, એ એક મહાન ધર્મ છે. બાળક જેમ જેવું આચરણ કરે તેવું કહી દે, તેમ તમે સદ્ગુરુ સમક્ષ બાળક બનીને જેવા અને જેટલા દોષો સેવ્યા હોય, તેવા અને તેટલા કહી દો. કોઈ પાપને તમારા હૃદયમાં છુપાવી રાખો નહીં. આ સરળતા તમને પ્રસન્ન રાખશે, અનેક પાપોથી તમને બચાવી લેશે. ૪. શૌચ : પવિત્ર બનો. લોભ તમને અપવિત્ર બનાવે છે. તૃષ્ણા તમને ગંદા બનાવે છે, માટે લોભ-તૃષ્ણાના ત્યાગ કરો. આન્તર-પવિત્રતા-વિશુદ્ધિ પ્રાપ્ત કરવા કૃતનિશ્ચયી બનો. માત્ર બાહ્ય શરીરની શુદ્ધિ કરીને કૃતાર્થ ન બનો. આર-વિશુદ્ધિના માર્ગે સતત પ્રયત્નશીલતા એ શૌચધર્મ છે. ૫. સંયમ : હિંસા-અસત્ય-ચોરી-અબ્રહ્મ અને પરિગ્રહથી વિરામ પામવું. પાંચ ઇન્દ્રિયોનો નિરોધ કરવો, ચાર કષાયોને ઉપશાન્ત કરવા અને મનવચન-કાયાની અશુભ પ્રવૃત્તિઓ રોકવી-આનું નામ છે સંયમ, દૃઢતાપૂર્વક સંયમધર્મનું પાલન કરતા રહેવું જોઈએ. ૬. ત્યાગ : કોઈ જીવોનો વધ ન કરો. કોઈ જીવોને બાંધો નહીં. જીવો સાથે દયામય વ્યવહાર રાખો. ત્યાગની એક બાજુ આ છે, બીજી બાજુ છે-સંયમવંત સાધુપુરુપાને કલ્પનીય ભોજન, વસ્ત્ર, પાત્ર આદિ આપવું તે. સાધુ સાધુને પણ પ્રાસુક ભોજનાદિ આપે. આપવું ત્યાગ! ૭. સત્ય : હિતકારી બોલો. સ્વ અને પાર માટે જે હિતકારી હોય તે બોલો. તમારા પોતાના માટે હિતકારી હોય, પરન્તુ બીજા જીવોના માટે અહિતકારી હોય, તેવું ન બોલો. વિસંવાદી ન બોલો, અસત્ય ન બોલો. સત્યનિષ્ઠાને મહાન ધર્મ માનો. સત્યવચન બોલતાં ભયભીત ન બનો. For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy