SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮૨ પ્રશમરતિ આર્તધ્યાન અને રાંદ્રધ્યાનથી મારા મનને બચાવવા સતત જાગ્રત રહીશ. અસત્ય, કર્કશ અને અહિતકારી વાણી નહીં બોલું. શરીરથી, શરીરની પાંચ ઈન્દ્રિયોથી કોઈ પાપપ્રવૃત્તિ નહીં કરું...હિંસા, જૂઠ, ચોરી, અબ્રહ્મ, પરિગ્રહ આદિ પાપોનો મન-વચન-કાયાથી ત્યાગ કરીશ અને આ રીતે અશુભ કર્મોને આત્મામાં આવતા રોકીશ. સમ્યગુદર્શન, સર્વવિરતિ, અપ્રમત્તતા, એકપાયિતા આદિ ધર્મોનું અવલંબન લઈશ. અશુભ કર્મોના પ્રવાહને સ્થગિત કર્યા પછી, શુભ કર્મોના પ્રવાહને પણ રોકવાનો સતત પ્રયત્ન કરીશ! શુભ પ્રવૃત્તિઓનો પણ રાગ નહીં રાખું! મનને વધુ ને વધુ તત્ત્વરમણતામાં રાખીશ. કોઈ રાગ-દ્વેષના વિચાર ન આવી જાય એ માટે પ્રતિપાલ જાગ્રત રહીશ. વધુ ને વધુ મૌન ધારણ કરીશ. વાણી-વ્યાપાર ખૂબ જ ઓછો કરી નાંખીશ. કાયયોગને. પાંચ ઇન્દ્રિયોને સ્થિર, નિશ્ચલ અને અવિકારી રાખવાના ઉપાયો કરીશ. યોગસાધના અને ધ્યાન-આરાધના દ્વારા અત્તરાત્મદશાને પ્રાપ્ત કરતો ચાલીશ. હું જાણું છું કે સર્વસંવર કરતાં ઘણાં વર્ષો વીતી જશે. કદાચ બે-ચાર જન્મ પણ વીતી જાય! ભલે બે-ચાર ભવ વીતી જાય, પરન્તુ હું મારો આ પ્રયત્ન ચાલુ રાખીશ. હવે આત્મામાં નવાં નવાં શુભાશુભ કર્મોને અટકાવવાનો મરણિયો પ્રયાસ કરવો છે. કણાવંત જ્ઞાની પુરુષોએ શાસ્ત્રોમાં એ માટે સમુચિત માર્ગદર્શન આપેલું છે. એ માર્ગદર્શનના સહારે પુરુષાર્થ કરીને સુસંવૃત બનીશ! નિર્જશ-ભાવની यद्विशोषणादुपचितोऽपि यत्नेन जीर्यते दोषः । तद्वत्कर्मोपचितं निर्जरयति संवृतस्तपसा ।।१५९ ।। અર્થ : જેમ વધી ગયેલો પણ વિકાર પ્રયત્ન દ્વારા, ઉપવાસ કરવાથી નાશ પામે છે તેમ સંવૃત જીવ તપશ્ચર્યાથી, ભેગાં થયેલાં કમોંની નિર્જરા કરે છે. વિવેચન : જ્યારે એવો ધન્ય અવસર આવશે કે જ્યારે મારો આત્મા સંવૃત બનશે? આશ્રવહારોને બંધ કરી ક્યારે અભિનય કર્મપ્રવેશને રોકવા સમર્થ બનશે? સર્વ આશ્રવદ્વારને બંધ કરીને, આત્મામાં પ્રવેશી ગયેલાં અનંત અનંત કર્મોનો મારે નાશ કરવો છે. નવાં કર્મ બંધાય નહીં અને પૂર્વે બંધાયેલાં કર્મો નાશ પામે ત્યારે જ મારો આત્મા શુદ્ધ બને, બુદ્ધ બને અને મુક્ત બને. અને ત્યારે જ અક્ષય-અનન્ત સુખની પ્રાપ્તિ થાય. For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy