SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૯૫ બાર ભાવનાઓ આ બાર ભાવનાઓને સંક્ષેપમાં વિચારીને પછી એક-એક ભાવના પર વિસ્તારથી ચિંતન કરીશું. અનિત્યતા : “આ સંસારમાં સર્વ સ્થાનો અને સર્વ ભાવો અનિત્ય છે. કંઈ નિત્ય નથી, કંઈ શાશ્વતું નથી.' આ વિષયનું ચિંતન કરવાનું. અશરણતા : “જન્મ-જરા અને મૃત્યુના બંધનમાં જકડાયેલા જીવને જન્માદિથી બચાવનાર આ સંસારમાં કોઈ નથી, જીવ અશરણ છે.' આ વિચારવાનું. એકત્વ: ‘હું એકલો જ છું, એકલો જન્મ છું, સુખ-દુઃખ એકલો અનુભવું છું અને એફલાં મરું છું.’ આ વિષય પર મનન કરવાનું. અન્યત્વ : હું સ્વજનોથી, પરિજનોથી, વૈભવ-સંપત્તિથી અને શરીરથી જુદો છું. આમાંનું કોઈ મારું નથી.” આ વિચારને વાગોળવાનો. અશુચિતા : “આ શરીર બિભત્સ પદાર્થોની ભરેલું છે. શરીરમાં બધું જ અપવિત્ર અને ગંદું ભરેલું છે.' આ રીતે શરીરની અપવિત્રતા વિચારવાની. સંસાર : “આ સંસારના સંબંધો પરિવર્તનશીલ છે...મા મરીને પુત્રી થાય. બહેન થાય...પત્ની થાય..' સંસારની પરિવર્તનશીલતા વિચારવાની, આશ્રવ : ‘મિથ્યાત્વ, અવિરતિ, કષાય, યોગ અને પ્રમાદનાં કારોમાંથી કર્મો આત્મામાં વહી આવે છે, આત્મા કર્મોથી બંધાય છે. આ વિચારવાનું. સંવર : “આ આશ્રવનાં દ્વારોને સમ્યક્ત, વિરતિ, ક્ષમાદિધર્મ, અપ્રમાદ આદિથી બંધ કરી દઉં તો આત્મામાં કામ આવતાં અટકે'. આ રીતે આશ્રવધારોને બંધ કરવાના મનોરથ કરવાના. નિર્જરા : “આશ્રવ-હારો બંધ કર્યા પછી, આત્મામાં રહેલાં કર્મોનો નિકાલ કરવા માટે, તપશ્ચર્યા કરે.' કર્મોનો નાશ કરવાના ઉપાયો વિચારવાના. લોકવિસ્તાર : ચૌદ રાજલોકનું ચિંતન કરવાનું. ઊર્ધ્વલોક, અધોલોક અને મધ્યલોકમાં આપણા જીવે કેવાં કેવાં જન્મ-મરણ કર્યા છે..એ વિચારવાનું. ધર્મચિંતન: ભવ્યજીવોના ઉપકાર માટે સર્વજ્ઞ પરમાત્માએ કેવા નિર્દોષ ધર્મ બતાવ્યો છે..એનું હૃદયસ્પર્શી ચિંતન કરવાનું. બોધિદુર્લભતા મનુષ્યજન્મ, કર્મભૂમિ, આર્યદેશ, ઉચ્ચકુળ, પાંચ ઇન્દ્રિયોની પૂર્ણતા. આ બધું મળવા છતાં સમ્યગદર્શન-જ્ઞાન ચારિત્રની પ્રાપ્તિ કેટલી દુર્લભ છે, એ વિચારવાનું. શુભ.પવિત્ર વિચાર કરવાનાં આ બાર કેન્દ્રો છે. કોઈપણ એક કેન્દ્રને For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy