SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨૨ પ્રશમરતિ જડ સૃષ્ટિનાં આકર્ષણોથી મુક્ત બનવાનું છે. જડ સૃષ્ટિને જોવા-જાણવાની ઉત્સુક્તાથી છુટકારો મેળવવાનો છે. ઉગ્ર તપશ્ચર્યા કરીને ઉન્મત્ત વિષયવાસનાઓને બાળી નાંખવાની છે અને નિર્વિકાર આત્મદશા પ્રાપ્ત કરવાની છે. પ્રશાન્ત આત્મા જ નિજાનન્દની મસ્તી માણી શકે છે. પ્રશાન્ત મનુષ્ય જ અગમ અગોચર સુખની મધુર અનુભૂતિ કરી શકે છે. ભલે પછી એની પાસે સુક્ષ્મ બુદ્ધિ ન હોય કે ખૂબ શાસ્ત્રજ્ઞાન ન હોય. ભલે એ ધ્યાન ન લગાવત હોય કે તીવ્ર તપશ્ચર્યા કરતો ન હોય, દોરડા પર નાચતા ઇલાચીકુમાર પાસે શું હતું? શું સમ્યગુદર્શન હતું? શાસ્ત્રજ્ઞાન હતું? ધ્યાન હતું? તપશ્ચર્યા હતી? ના! તેઓ ઉપશાન્ત થયા અને સર્વજ્ઞ બન્યા. "રુપ: મા તુષ' આટલા શબ્દો પણ યાદ ન રાખી શકનારા માપતુપ મુનિ પાસે કેટલું શાસ્ત્રજ્ઞાન હતું? છતાં તેઓ પ્રશાન્ત ભાવના પ્રભાવે પૂર્ણતા પામ્યા. એક વર્ષથી ધ્યાનસ્થ દશામાં ઊભેલા બાહુબલીજીને ત્યાં સુધી કેવળજ્ઞાન ન જ થયું જ્યાં સુધી તેમનો માનકષાય ઉપશાન્ત ન થયો, આત્મ પૂર્ણ પ્રશાન્ત ન બન્ય! સંવત્સરી-મહાપર્વના દિવસે પણ તપશ્ચર્યા નહીં કરી શકનારા કૂરગડુ મુનિ વીતરાગ-સર્વજ્ઞ બની ગયા, જાણો છો કોના પ્રભાવે? ઉપશમભાવનો એ પ્રભાવ હતો. પ્રશમભાવની આરાધના એટલે ક્રોધાદિ કષાયોને ઉપશાન્ત કરવાની આરાધના. પ્રશમગુણની આરાધના એટલે વૈષયિક વાસનાને પ્રશાન્ત કરવાની આરાધના. આ આરાધના સમ્યગુદર્શન-જ્ઞાન અને ચારિત્રને વિશેષ ઉજ્જવલ ફરે છે. આ આરાધના ચિત્તની ચંચળતાને, ઉત્સુકતાને નિર્મળ કરે છે. આત્મગુણોમાં રમણતા કરાવનારા અને બાહ્ય ભાવોની રમણતાથી ઉગારનારા એ “પ્રશમગુણ ને અંતરનાં વંદન છે.... હૃદયના આમંત્રણ છે. नैवास्ति राजराजस्थ तत्सुखं नैव देवराजस्य । यत्सुखमिहैव साधोर्लोकव्यापाररहितस्य ।।१२८ ।। અર્થ : લૌકિક પ્રવૃત્તિઓથી મુક્ત સાધુને જે સુખ આ જ ભાવમાં હોય છે તે સુખ નથી હતું ચક્રવર્તીને કે નથી હોતું દેવેન્દ્રને. For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy