SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૨ પ્રશમરતિ આ કાર્ય થઈ શકશેતેમાંય વળી તેં તો શ્રમણજીવન સ્વીકાર્યું છે, શ્રમણજીવનમાં આ રાગ-દ્વેષ અને મોહનો નાશ કરવાનો જ્વલંત પુરુષાર્થ થઈ શકે છે....અરે, પુષ્પાર્થ માટે જ તો શ્રમણજીવન છે. આ પુરુષાર્થ કરવા માટેનું યથાર્થ માર્ગદર્શન, ભવ્ય પ્રેરણા અને સતત સાવધાનીનું સિગ્નલ”તને “આચારાંગ આપશે! તું ‘આચારાંગને તારો જીવનસાથી બનાવી લે! તું એના એક-એક સૂત્રને યાદ કરી લે, એક-એક સૂત્રના અર્થન સમજી લે, ભાવાર્થને આત્મસાત્ કરી લે, એના તાત્પર્યાથન તારી અનુપ્રેક્ષામાં ગૂંથી લ! હા, આ બધું તું સ્વયં નહીં કરી શકે. આ માટે તારે એવા ગુરુદેવ શોધવા પડશે કે જેમણે “આચારાંગને પોતાનું જીવન બનાવી દીધું હોય! એમનું જીવન જ “આચારાંગ' હોય! સાધ્વાચારોની એ જીવંત મૂર્તિ હોય એમનાં પરમપાવન ચરણોમાં મન-વચન-કાયાથી સમર્પિત થઈ જજે! તેઓ તને આચારાંગની જ્ઞાનગંગામાં સ્નાન કરાવીને શુદ્ધ કરશે, નિર્મળ કરશે! સંભવ છે કે આ વસમા...દુ:ખદાયી પંચમકાળમાં આવા ગુરુદેવ તને ન મળે! છતાં હું નિરાશ ન થઈશ. આચારાંગમાં બતાવાયેલા મોક્ષમાર્ગ પ્રત્યે અનહદ અનુરાગ ધરાવનારા અને આચારાંગના સાધ્વાચારોથી હર્યુંભર્યું જીવન જીવવાની તીવ્ર ઝંખનાવાળા ગુરુદેવ તો તને આ કાળમાં પણ મળી જશે. તું તે પૂજ્યના ચરણમાં બેસીને વિનયથી અને વિધિપૂર્વક આચારાંગનાં સૂત્રો ગ્રહણ કરજે, એ સૂત્રોના અર્થ સમજજે. એ સૂત્રોના તાત્પર્યોને પાજે...પછી તું સ્વયે તારી નિર્મળ પ્રજ્ઞાથી ચિંતન-મનન કરજે. જેમજેમ તું એ ક્રિયાત્મક અને ભાવાત્મક તત્ત્વોના આલોકમાં વિચરતો જઈશ, તેમતેમ તારા રાગઢ૫ અને માંહનો ઉન્માદ શાન્ત થતા જશે! તારો આત્મા વિરાગની મસ્તી અનુભવશે! ઉપશમરસનું અમૃતપાન કરશે! જ્ઞાનગંગાની સહેલગાહ કરશે! અઢાર હજાર પદસંખ્યાવાળું આ આગમ “આચારાંગ” ખરેખર, શ્રમજીવનનો પ્રાણ છે. દસ પ્રાણોના એક ધબકાર સાથે આ પ્રાણનો ધબકાર ભળી જવો જોઈએ. તે ભળી ગયા પછી શ્વાસે શ્વાસે ચારિત્રધર્મનાં પુષ્પો ઊગી નીકળશે! શબ્દેશબ્દ સમ્યગ્રજ્ઞાનના દીવા પ્રગટી જશે! પગલે પગલે શાન્તિ અને સમતાના સ્વસ્તિકો રચાતા જશે. મહામુનિ! જ્યારે તમે આત્મસાધનાનાં ભેખ લીધો છે, તો પછી સાધનાના મેદાનમાં “આચારાંગનું અજેય શસ્ત્ર લઈને, રાગ-દેપ અને મોહની સામે પૂરી તાકાતથી લડી લો ને! તમારો અવશ્ય વિજય થશે. લીધેલા ભેખ લખ લાગી For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy