SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંતે દુઃખદાયી વિષયસેવન.. ૧૭૯ વિષયોની અનિષ્ટતા પ્રત્યે પૂર્ણ સભાનતા અને ધર્મગ્રન્થોના અભ્યાસમાં તલ્લીનતા-તમારા મનના વિચારોને શુભ અને શુદ્ધ રાખશે. તમારી વિચારધારા પવિત્ર ગંગાની જલધારા બની જશે! અંતે દુ:ખદાયી વિષયસેવળ.... आदावत्यभ्युदया मध्ये शृंगारहास्यदीप्तरसाः । निकषे विषया वीभत्सकरुणलज्जाभयप्रायाः ।।१०६ ।। અર્થ : [આ વિષયો પ્રારંભમાં ઉત્સવ જેવા લાગે છે, મધ્યમાં શૃંગાર અને હાસ્યને ઉદીપ્ત કરનારા છે અને અંતે બીભત્સ, કરુણાસ્પદ, લજ્જાજનક અને ભયોત્પાદક હોય છે. વિવેચન : યુવાનીની એ ઉત્સુકતા! યૌવનનાં એ મદઘેલાં સપનાં... મન:પ્રિય પ્રિયતમાના મધુર સંગમની રંગીલી કલ્પનાઓ! યુવાન હૈયામાં રચાતા મહોત્સવમાં જેઓ મહાલ્યા છે, તેઓ જ એ મહોત્સવના અનુભવને રોમાંચક વર્ણન કરી શકે. વૈષયિક સુખોના આનંદની એ પ્રારંભિક ક્ષણો ઘણી ઉત્તેજનાભરી હોય છે. ન જોયેલું જોવાની ઉત્સુકતા, ન ભોગવેલું ભોગવવાનું કુતુહલ, યૌવનકાળમાં સહજ અને સ્વાભાવિક હોય છે. અને જ્યારે સોળ શણગાર સજીને, સુંદર વેશભૂષા કરીને, મુખ પર લજ્જાનું સ્મિત લઈને એ પ્રિયતમાં શયનગૃહમાં પ્રવેશે છે, ત્યારે એ દંપતી જે શારીરિક ઉત્તેજના અનુભવે છે, જે ઉત્કટ વિષયાનંદ અનુભવે છે... તેનું વર્ણન તો કોઈ શૃંગારરસનો મહાકવિ જ કરી શકે! અનંગક્રિડા અને સ્નેહગર્ભિત રિસામણાંમનામણાંની શયનગૃહની અતિગુપ્ત ક્રિયાઓમાં અનુભવાતી તીવ્ર વૈષયિક સુખની લાગણીઓની અભિવ્યક્તિ પણ કોઈ નિર્બધન રસરાજ મહાકવિ જ કરી શકે, પરંતુ રસંભોગક્રિયા પૂર્ણ થયા પછી, શારીરિક ઉત્તેજનાઓ શમી ગયા પછી, એમને પોતાને જ પોતાનાં વસ્ત્રરહિત નગ્ન દેહ જુગુપ્સનીય લાગે છે! વસ્ત્રવિનાના નારીદેહ દીક્યો નથી ગમતો....ઠંડા પડી ગયેલા શરીરને પછી અડવાનું પણ મન નથી થતું....એમ ગ્રન્થ કાર અને ટીકાકાર મહર્ષિ કહે છે. એમાંય જો અતિ વિષયસેવનથી નારીના દેહમાં પીડા ઉત્પન્ન થઈ ગઈ....અસહ્ય વેદના જાગી ગઈ અને કણ રૂદન કરવા લાગે, તો એ વિષયસુખ સુખરૂપ નહીં પણ દુ:ખરૂપ બની જાય છે. આ સ્ત્રી કરુણાસ્પદ બની જાય છે, કદાચ પુરુષને...અતિકામી વિષયાંધ પુરુષને કડવાં વેણ પણ સાંભળવાં પડે છે. For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy