SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શુભ વિચારધારા વહેતી રહો. तस्माद् रागद्वेषत्यागे पञ्चेन्द्रियप्रशमने ध। शुभपरिणामावस्थितिहेतोर्यत्नेन घटितव्यम् ।।१०४ ।। અર્થ : માટે, શુભ વિચારોની સ્થિરતા માટે, રાગ અને દ્વેષના ત્યાગમાં અને પાંચ ઇંદ્રિયોને શાન્ત કરવામાં પ્રયત્ન જોઈએ. વિવેવન : આ વિષમ સંસારમાં અપાર વિષમતાઓનું જ્ઞાનદૃષ્ટિથી દર્શન કર્યું? દેશ, કુળ, શરીર, જ્ઞાન, આયુષ્ય, બળ, ભોગ અને વૈભવ....આ બધામાં વિષમતાઓ જ વિષમતાઓ રહેલી છે.... બીજીબાજુ, જીવાત્મા રાગ અને દ્વેષની ઉન્મત્તતાથી મદઘેલો છે! પાંચે ઇંદ્રિયોની પરવશતાથી દીન-હીન છે. આ એક વાસ્તવિકતાનું સ્પષ્ટ દર્શન થયા પછી, જાગ્રત આત્માનું શું કર્તવ્ય હોઈ શકે, તે કહેવું પડે ખરા? ૧. રાગ અને દ્વેષની આગ બુઝાવો. ૨. પાંચ ઇન્દ્રિયોના ઉન્માદને શા કરો. આ બે કામ, માત્ર વાતો કરવાથી કે મનમાની રીતે ધર્મક્રિયાઓ કરવાથી સિદ્ધ ન થઈ શકે. આ બે કાર્યની સિદ્ધિ માટે સર્વપ્રથમ તો મનુÀ સંકલ્પ કરવો જોઈએ : મારે, મારા હૃદયમાં સળગી રહેલા રાગ-દ્વેષના દાવાનળને બુઝાવવો જ છે આ વર્તમાન જીવનમાં જ બુઝાવવો છે! મારે મારી ઉન્માદી ઇંદ્રિયોને શાન્ત કરવી જ છે. આ સંકલ્પ મનુષ્યને એ દિશામાં પુરુષાર્થપરાયણ બનાવી રાખે છે. આ સંકલ્પની સિદ્ધિ માટે જોઈએ શુભ, પવિત્ર... શુદ્ધ વિચારધારા! માત્ર શુભ વિચારો નહીં ચાલે, શુભ વિચારોની ધારા વહેવી જોઈએ, શુભ વિચારોનું સાતત્ય રહેવું જોઈએ. ક્ષણિક શુભ વિચારો રાગ-દ્વૈપની પ્રચંડ આગને કેવી રીતે બુઝવી શકે? જંગી ઘાસની ગંજી સળગી ઊઠી હોય તેને બુઝાવવા એકબે લોટા પાણી કે એક-બે ડોલનું પાણી ચાલી શકે ખરા? ન જ ચાલે. ત્યાં તો જોઈએ “ફાયર-બ્રીગેડના બંબાઓની અવિરત જલવપ! જ્યાં સુધી આગ ન બુઝાય ત્યાં સુધી એ જલધારા વરસતી જ રહે! રાગ-દ્વેષની પ્રચંડ આગને બુઝાવવા માટે શુભ અને શુદ્ધ વિચારોની સતત જલવર્ષા કરવી પડશે. શુભ અને શુદ્ધ વિચારોનું સાતત્ય જાળવવા માટે કોઈ ઉપાય શોધી કાઢવો જોઈએ. બધા જીવાત્માઓ માટે કોઈ એક જ ઉપાય ન For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy