SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વૈરાગ્યનાં કારણો - ૧૭૧ જીવાત્માની પસંદગી અનુસારના દેશમાં જન્મ મળતો નથી ! જીવાત્માનાં શુભઅશુભ કર્મો અને સારા-નરસા દેશમાં જન્મ આપતાં હોય છે. આજે તમે ભલે સારા દેશમાં છો, પરંતુ કાયમ તમને સારા દેશમાં જ જન્મ મળતા રહે, એવો નિયમ નથી. ક્યારેક તમારો જન્મ કાશ્મીરમાં થાય, તો ક્યારેક તમે આફ્રિકાના જંગલમાં પણ જન્મો! ક્યારેક તમે ભારતની પવિત્ર ધર્મપૂત ધરતી પર જન્મો, તો ક્યારેક હિંસા અને કુરતાથી ભરેલી ઇજીપ્ત-ઇઝરાયેલ જેવા દેશોની ભૂમિ પર પણ જન્મ. આમ દેશ-દેશ વચ્ચે કોઈ સમાનતા નથી. આ દેશ સારો.. આ દેશ ખરાબ,” એવા રાગ-દ્વેષ શા માટે કરવાના? ૨. કુળની વિષમતા : સર્વે જીવાત્માઓને સરખાં-સમાન કુળોમાં જન્મ નથી. મળતો. કોઈ ઉચ્ચ કુળમાં જન્મે છે.... કોઈ નીચ કુળમાં જન્મે છે..! કોઈ ઉચ્ચકુળમાં જન્મીને અધમ કૃત્યો આચરે છે... તો કોઈ નીચકુળમાં જન્મીને ઉત્તમ કાર્યો કરે છે! સંસારની આ અપરિહાર્ય વિષમતા છે. આ વિષમતાને “સામ્યવાદ' પણ મિટાવી શક્યો નથી. જાતિ અને કુળની વિષમતા જોઈને, પ્રજ્ઞાવંત પુરુષને આ સંસાર પ્રત્યે અનુરાગ ન જ થાય. ૩. દેહની વિષમતા : કોઈની કાયા સુલક્ષણા, તો કોઈની કાયા અપલક્ષણા! કોઈનું શરીર ઘાટીલું અને મનમેહક, તો કોઈનું શરીર ઢંગધડા વિનાનું અને અણગમતું! શું આ વિષમતા બાવળના કાંટાની જેમ ખૂંચે એવી નથી? એક મનુષ્ય સુંદર, સુડોળ અને સોહામણો લાગે છે, તો એક મનુષ્ય કરૂપ, બેડોળ અને અળખામણો લાગે છે! માનવ-માનવ વચ્ચેની આ વિષમતા શું બુદ્ધિમાન માનવીને અકળાવનારી નથી? આ વિષમતા જોઈને કોના પર રાગ કરવો ને કોના પર ટૅપ કરવો? વિષમતા તરફ વૈરાગ્ય જ જન્મે. ૪. વિજ્ઞાનની વિષમતા : એક બુદ્ધિમાન પુરુષ વિશ્વનાં તત્ત્વોનું સૂક્ષ્મ ચિંતન-મનન અને પર્યાલોચન કરી, દુનિયાને નવા નવા ભૌતિક-આધ્યાત્મિક આવિષ્કારોથી આશ્ચર્યચકિત કરી દે છે, તો એક માણસ અજ્ઞાનના ઘોર અંધકારમાં અટવાત પાતાના પડછાયાને પણ પારખી શકતો નથી. એક મનુષ્ય પોતાની સ્મૃતિ અને ધારણાની અપાર શક્તિથી હજારો ગ્રંથો યાદ રાખી લે છે, તો એક માણસ પોતાનું નામ પણ ભૂલી જાય છે! જીવ-જીવ વચ્ચેની આ કેવી અસહ્ય અસમાનતા છે? કેવી દારુણ વિષમતા છે? ૫. આયુષ્યની વિષમતા : એક જીવાત્માનું દીર્ઘ આયુષ્ય, એક જીવાત્માનું અલ્પાયુષ્ય! એક સો વર્ષ પૂરાં કરે છે, તો એક માતાના ઉદરમાંથી બહાર પણ નીકળી શકતો નથી! એક ઘડપણમાં વર્ષો વિતાવે છે તો એક ભરજોબનમાં For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy