SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra નીચ ગોત્રકર્મ શાથી બંધાય? www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir कर्मोदयनिर्वृत्तं हीनोत्तममध्यमं मनुष्याणाम् । द्विधमेव तिरश्यां योनिविशेषान्तरविभक्तम् ।। १०१ ।। ૧૬૯ અર્થ : કર્મ (ગોત્ર) ના ઉદયથી મનુષ્યોનું નીચપણું, ઉચ્ચપણું અને મધ્યમપણું નિષ્પન્ન હોય છે. તેવી જ રીતે તિર્યંચોને (તે હીનત્વાદિ) જુદી જુદી યોનિના ભેદે જુદું જુદું હોય છે. ૧૦૧ વિવેચન : ઉચ્ચપણાનો ખ્યાલ, નીચપણાનો ખ્યાલ અને મધ્યમપણાનો ખ્યાલ માનવસર્જિત નથી, પરંતુ મનુષ્યનાં કર્મોથી સર્જિત છે. મનુષ્યનાં પોતાનાં કર્મોથી એનું ઉચ્ચપણું સર્જાય છે, નીચપણું સર્જાય છે, અને મધ્યમપણું સર્જાય છે. આ સર્જન કરનાર કર્મનું નામ છે ગોત્રકર્મ, મનુષ્યને ઉત્પન્ન થવાની ૧૪ લાખ યોનિ છે. એ યોનિઓ ત્રણ વિભાગમાં વિભક્ત છે. ૧. ઉત્તમ ૨. મધ્યમ ૩. અધમ, ઉચ્ચ ગોત્રકર્મ બાંધનાર જીવાત્મા ઉત્તમ મનુષ્યયોનિમાં જન્મે છે, ઉચ્ચ-નીચ મિશ્ર ગોત્રકર્મ બાંધનાર મધ્યમ મનુષ્ય યોનિમાં જન્મે છે. નીચ ગોંત્રકર્મ બાંધનાર અધમ યોનિમાં જન્મે છે. એવી રીતે તિર્યંચયોનિ પણ ત્રણ વિભાગમાં વિભક્ત છે. હાથી ઘોડા, વગેરે ઉત્તમ યોનિવાળાં તિર્યંચો કહેવાય છે. ઘેટાં, બકરાં વગેરે મધ્યમ યાનિવાળાં તિર્યંચ કહેવાય છે અને ગર્દભ વગેરે અધમ યોનિવાળાં તિર્યંચ કહેવાય છે. ગોત્રફર્મના હિસાબે જીવાત્માઓ આ યોનિઓમાં જન્મે છે. આપણાં મનની સાક્ષીએ આપણે નક્કી કરવાનું છે કે આપણે આગામી જન્મ કેવી યોનિમાં લેવો છે? જો ઉત્તમ મનુષ્યયોનિમાં જન્મ લેવો છે તો આ જીવનમાં કોઈપણ પ્રકારનો મદ કરવાં ન જોઈએ. માનકષાયનાં મૂળિયાં ઉખેડી નાખવાં જોઈએ. સ્વપ્રશંસા અને પરનિન્દાની દુષ્ટ વૃત્તિનો ખાતમો બોલાવવો જોઈએ. For Private And Personal Use Only વૈરાગ્યના શ્રેષ્ઠ માર્ગે પ્રયાણ કરનાર પથિકનું આ ચિંતન છે. આત્મલક્ષી ચિંતન છે. આ મદસ્થાનોને એ વૈરાગ્યમાર્ગનાં વિઘ્નો સમજે છે. એ વિઘ્નો એના માર્ગમાં અવરોધ ઊભા ન કરી દે, પ્રયાણને થંભાવી ન દે એ માટે સાધક સતત જાગ્રત રહે. આ જાતિમદ વગેરેનાં વિઘ્નો દેખાવમાં વિઘ્નો નથી હોતાં, દેખાવમાં તો આ મિત્ર જેવાં હોય છે.... અને તેથી ઘણા મોક્ષમાર્ગના સાધકો એને જલદી ઓળખી શકતા નથી. એ મદસ્થાનોની જાળમાં ક્યાંય ને ક્યાંય ફસાઈ જાય છે! સાધકના જીવનમાં બુદ્ધિનો મદ, જ્ઞાનનો મદ, લોકપ્રિયતાનો મદ અને તપનો મદ ક્યારેક ભયંકર હોના૨ત સર્જી દેતો હોય છે. ક્યારેક તો
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy