SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૪ પ્રશમરતિ આવું મન મનુષ્યને નિર્વિકાર આનંદની અનુભૂતિ કરાવે છે. પરપદાર્થો, પરપગની પ્રાપ્તિ-અપ્રાપ્તિના કોઈ હર્ષ-ઉગ નહીં! મહાન સાધક પુરુષો માટે આવી આત્મસ્થિતિ સહજ હોય છે. જ્યારે સાધનાના માર્ગે ચઢનારાઓ માટે આવી આત્મસ્થિતિ આંતર પુરક્ષાર્થથી સાધ્ય બને છે. જોઈએ એવી આત્મસ્થિતિ પ્રાપ્ત કરવાનું ધ્યેય, ગૃહસ્થજીવનમાં પણ જાગ્રત મનુષ્ય, તત્ત્વજ્ઞાની પક્ષ આ ધ્યેય સામે રાખીને ધર્મઆરાધના કરે તો એવી સમતાપૂર્ણ આત્મસ્થિતિ પ્રાપ્ત કરી શકે, સાધુના માટે તો એવી આત્મસ્થિતિ પ્રાપ્ત કરવી ઘણી સરળ! અને એ પુરુષાર્થ માટે અનુકૂળ વાતાવરણ મળેલું હોય છે, અનુકૂળ સંયોગો મળેલા હોય છે. બુદ્ધિ વાદ ग्रहणोद्ग्राहणनवकृतिविचारणार्थावधारणाद्येषु । वद्धयङ्गविधिविकल्पेष्वनन्तपर्यायवृद्धेषु ।।९१ ।। पूर्वपुरुषसिंहानां विज्ञानातिशयसागरानन्त्यम् । धृत्वा सांप्रतपुरुषाः कथं स्वबुध्या मदं यान्ति! ।।९२ ।। અર્થ : ગ્રહણ (નવા સુત્રાર્થ ગ્રહણ કરવા સમર્થ) ઉદ્રગ્રહણ, (બીજાને સુત્રાર્થ આપવામાં સમર્થ), નવકૃતિ (અભિનવ શાસ્ત્રરચના કરવા સમર્થ), વિચારણા (સૂમ પદાર્થો-આત્મા, કર્મ આદિમાં યુક્તિપૂર્વક જિજ્ઞાસા), અથવધારણા (આચાર્યાદિના મુખેથી નીકળતા શબ્દાર્થને એક જ વારમાં ગ્રહણ કરવા સમર્થ આદિ ધારણા) હોવા છતાં, અને બુદ્ધિનાં અંગાના (શુશ્રુષા, પ્રતિપ્રશ્ન, ગ્રહણ આદિ) વિધાનના જે વિકલ્પો, કે જે વિકલ્પ અનન્ત પર્યાયોથી વૃદ્ધ (ક્ષયોપશમ જનિત વિશિષ્ટ બુદ્ધિપ્રકારો) છે તે હોય છતાં, પૂર્વકાળના પુરુપસિંહના (ગણધર, ચાંદ પૂર્વધર વગેરેના) વિજ્ઞાનના પ્રકર્ષરૂપ સાગરનું અનન્તપણું જાણીને, વર્તમાનકાલીન (પાંચમા આરાના) પુરુષ કેવી રીતે પોતાની બુદ્ધિથી મદ કરે? વિવેચન : જો તમને તમારી બુદ્ધિની ખુમારી હોય, થોડા મૂર્ખ માણસોની વચ્ચે તમે બુદ્ધિમાન' તરીકે પૂજાતા હો અને એ વાતનો જો તમને ગર્વ હોય તો તમે મને નીચેના પ્રશ્નોના જવાબ આપશો. વિચારીને જવાબ આપજો! (૧) કોઈપણ પુસ્તકની સહાય વિના, સંસ્કૃત કે પ્રાકૃત... કોઈ પણ ભાષાના સૂત્રપાઠને સાંભળીને તમે યાદ રાખી શકો છો? કોઈપણ શાસ્ત્રપાઠના અર્થો શ્રવણ કરીને તમે યાદ રાખી શકો છો? તમારી સ્મરણશક્તિનું તર્મ માપ For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy