SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લાભ મદ ૧૫૧ ગમે તેવો બળવાન મનુષ્ય હોય, મૃત્યુની આગળ તો એ નિર્બળ જ છે. વિશ્વવિજેતા ચક્રવર્તીઓ પણ મૃત્યુની સામે પરાજિત થાય છે. મૃત્યુને એ જીતી શકતા નથી. સમુદ્રમાં પટકાઈ ગયેલા અસહાય સુભૂમ ચક્રવર્તન કલ્પનામાં લાવીને જુઓ. ભરતક્ષેત્રના છ ખંડ જીતીને મદોન્મત્ત બનેલા એ ચક્રવર્તી જ્યારે સમુદ્રના તળિયે પહોંચ્યો હશે... મૃત્યુના જડબામાં ચવાતો હશે ત્યારે એની કેવી દયનીય સ્થિતિ થઈ હશે? મહાન સિકંદરના મૃત્યુ સમયના ઉદ્ગાર વાંચો. સેન્ટ હેલીના ટાપુ ઉપર કેદખાનામાં પડેલા મહાન નેપોલિયનનું વસિયતનામું વાંચો. મૃત્યુ સામેની એમની વિવશતા તમને બળનું મિથ્યાભિમાન કરતાં વિચારો કરતા કરી દેશે, તમે બોલી ઊઠશો : “ના રે, મારે બળનાં અભિમાન નથી કરવાં, ક્યારેય નથી કરવાં, તમારી પાસે બળ છે, તો એનો સ્વ-પરની ઉન્નતિ માટે, વિકાસ માટે ઉપયોગ કરો. એ બળને, અનિયમ... અનિશ્ચિત બળને શાશ્વતું બનાવી દેવાનો પુરુષાર્થ કરો. ક્ષાયિક અનંત આત્મબળને પ્રગટ કરવાનો ભવ્ય પુરુષાર્થ કરો. શારીરિક બળનો ઉપયોગ આત્મિક શક્તિના જાગરણ માટે કરો. શારીરિક બળનું અભિમાન તમારી પાસે અકાર્યો કરાવશે. તમે બીજા જીવોને દુ:ખ દેવાના, પીડા પહોંચાડવાના, મૃત્યુના મુખમાં ધકેલવાના. આ ઘોર પાપ તમને ભીષણ સંસારમાં અનંતકાળ પીસતું રહેશે. તમે નરકની ભયંકર યાતનાઓના ભોગ બનવાના. માટે ગ્રન્થકાર કહે છે : 'બળનું અભિમાન ન કરો.” તમને સ્વસ્થ બુદ્ધિથી વિચાર કરવાની પ્રેરણા આપે છે. તમે થોડી ક્ષણ માટે સ્વસ્થ બનીને ગ્રન્થકારની વાત સમજવા પ્રયત્ન કરો. તમારા બળની પ્રશંસા સાંભળીને પણ ઉન્મત્ત ન બનતા. અનંત અનંત દુષ્ટ કમને સંહાર કરવા માટે તમારા બળને કામે લગાડી દો. બળનો ધર્મપુરુષાર્થમાં વિનિયોગ કરી દો. તમારું બળ અક્ષય બની જશે. લાભ મદ उदयोपशमनिमित्तौ लाभालाभावनित्यको मत्वा । नालाभे वैकलव्यं न च लाभे विस्मयः कार्यः ।।८९ ।। परशक्त्यभिप्रसादात्मकेन किंचिदुपभोगयोग्येन । विपुलेनापि यतिवृषा लाभेन मदं न गच्छन्ति ।।१०।। અર્થ : લાભાન્તરાય કર્મના ઉદયનિમિત્તક અલાભ અને લાભાન્તરાય કર્મના For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy