SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૨ પ્રશમરતિ પરંતુ આ પ્રેરણા, પેલા રાગ-દ્વેષના પિત્તના ઉછાળા મારતા માનવીઓને તો કડવી જ લાગવાની! તેઓ તો આ અમૃતપ્યાલાને ઠોકર જ મારવાના. આવા કરુણાપૂર્ણ પ્રેરણા દાતાનો ઉપહાસ જ કરવાના ખેર, કરવા દો એમને ગમે તે, આપણે તો આદરભર્યા અંતઃકરણથી ભગવાન ઉમાસ્વાતિની પ્રેરણાને ઝીલનારા બનીએ. જાતિ મદ ज्ञात्वा भवपरिवर्ते जातीनां कोटिशतसहस्त्रेषु । हीनोत्तममध्यत्वं को जातिमदं बुधः कुर्यात् ।।८१।। नैकान् जातिविशेषानिन्द्रियनिवृत्तिपूर्वकान् सत्वाः । कर्मवशाद् गच्छन्त्यत्र कस्य का शाश्वता जाति: ।।८२ ।। અર્થ : ભવના પરિભ્રમણમાં ચોર્યાસી લાખ જાતિમાં હીનપણું, ઉત્તમપણું અને મધ્યમપણું જાણીને કોણ વિદ્યાનું જાતિના મદ કરે? ઇન્દ્રિયરચનાપૂર્વકની અનેક વિવિધ જાતિઓમાં કર્મપરવશતાથી જીવાં જાય છે. (વા) આ સંસારમાં કયા જીવની કઈ જાતિ શાશ્વત છે? વિવેચન : પરાધીનતા! પરવશતા! અનંત અનંત કર્મોની પરાધીનતા! અનંત અનંત જન્મોથી પરાધીનતા! અનંત શક્તિનો પંજ... પ્રચંડ તાકાતનો માલિક આત્મા પરાધીન છે! પરવશ છે! અનંત જડ કર્મ પુદ્ગલોએ ચૈતન્યસ્વરૂપ આત્માનો સંપૂર્ણ કબજો લઈ લીધો છે. આત્મા સ્વયં સ્વતંત્રતાથી કોઈ પ્રવૃત્તિ ન કરી શકે. અરે, એક વિચાર પણ સ્વતંત્રપણે ન કરી શકે! એક શબ્દ પણ સ્વાધીનતાપૂર્વક ન ઉચ્ચારી શકે! છતાં આશ્ચર્ય એ છે કે આત્માને પોતાની આ સંપૂર્ણ પરાધીનતાનો આછો પણ ખ્યાલ નથી! આ પરાધીનતા એને ખૂંચતી નથી, ખટકતી નથી. કમ આત્માને ભટકાવે છે, ચાર ગતિમાં ભટકાવે છે, ચોર્યાસી લાખ યોનિમાં ભટકાવે છે. અનંતકાળ અવ્યવહાર રાશિમાં નિગોદમણે વીત્યા, એક શરીરમાં અનંત અનંત આત્માઓ ભેગા રહ્યા. અવ્યક્ત અપાર વેદના સહી.... અનંતકાળ વનસ્પતિકાયમાં વીત્યો... અકન્દ્રિય જાતિમાં અનંત કાળ વીત્યો, તિર્યંચગતિમાં અનંતકાળ પસાર કર્યો. ત્યાંથી મનષ્યગતિ, નરકગતિ...દેવગતિ.... For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy