SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અવિનીતોની મનઃરિથતિ विनयव्यपेतमनसो गुरुविद्वत्साधुपरिभवनशीलाः | त्रुटिमात्र विषयसंगादजरामरवन्निरूद्विग्नाः ।।७५ ।। અર્થ : વિનયરહિત મનવાળા, ગુનો , વિદ્વાનોનો, સાધુઓનો અનાદર કરવાના સ્વભાવવાળા (જીવ) અતિ અલ્પ માત્ર વિષયાસક્તિથી અજર-અમરની જેમ ઉગરહિત હોય છે. વિદ્યાન: ‘હવે મને શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શમાં નહીંવત્ રાગ છે. કોઈ ગાઢ વિષયાસક્તિ નથી.... હવે મારું ભવભ્રમણ મટી ગયું. હવે મારે કંઈ મેળવવાનું બાકી રહ્યું નથી, મેં મેળવવા જેવું મેળવી લીધું છે.... સાધવા જેવું સાધી લીધું છે....' સાધનાકાળમાં સિદ્ધિની આવી કલ્પનામાં રાચતો મૂઢ જીવાત્મા નિશ્ચિત અને નિર્ભય બનીને જ્યારે જીવન જીવે છે, ત્યારે તે મિથ્યા અભિમાનમાં તણાતો જાય છે. વિનયરહિત, બહુમાનરહિત એ જીવાત્મા મોક્ષમાર્ગપ્રદર્શક આચાર્યને અવગણી નાંખે છે. ચૌદ પૂર્વધર, દશ પૂર્વધર અને એવા મહાન શ્રતધર જ્ઞાની પુરુષાને તુચ્છકારી કાઢે છે. મોક્ષમાર્ગની આરાધનામાં નિરત સાધુપુરુષોનો અનાદર કરી નાખે છે. નથી આ મહાત્માઓને વંદન કરતો, નથી એમનું સ્વાગતસન્માન કરતો, નથી એમની સેવા-ભક્તિ કરતો, ઉત્તમ પુરુષોની અવગણના કરવાનો એનો સ્વભાવ બની ગયો હોય છે. એ આત્તરનિરીક્ષણ તો કરે જ નહીં. અલ્પ પણ વિષયરાગ જીવને દુર્ગતિમાં કેવો પછાડી દે છે, એનું એને ભાન નથી હોતું. યૌવનના ઉન્માદમાં એને વિચાર નથી આવતો કે વૃદ્ધાવસ્થા આવી રહી છે! મૃત્યુ મોં ફાડીને બેઠું છે....' એ તો જાણે અજર-અમર બની ગય હોય એમ જ માનતો હોય છે. “હવે મને વૃદ્ધત્વ આવવાનું નથી, હું મૃત્યુ પામવાનો નથી...' એમ સમજીને જીવન જીવતો હોય છે. આવા ઉન્મત્ત, મિથ્યાભિમાની અને અવિનીત મનુષ્યોને આ ઉપદેશ છે જ નહીં, તેઓને તો ઉપદેશ આપવાની જ જ્ઞાની પુરુષો ના પાડે છે; પરંતુ જે આત્માને પોતાનું શુદ્ધ સ્વરૂપ પામવું છે, જેઓને સાધનાના, આરાધનાના. માર્ગે પ્રયાણ કરવું છે, તેઓને ગ્રન્થકાર મહાપુરુષ એક ભયસ્થાન બતાવી રહ્યા છે. “આરાધનાના માર્ગે ચાલતાં, થોડીઘણી ધર્મ-આરાધના કરીન, થોડીઘણી વિષયાસક્તિથી વિરક્તિ મેળવીને જોજો, એમ માની ન લેતા કે “હવે હું પૂર્ણ For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy