SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્વકલ્યાણનું ભાજળ : વિનય विनयफलं शुश्रूषा गुरुशुश्रूषाफलं श्रुतज्ञानम् । ज्ञानस्य फलं विरतिविरतिफलं चाश्रवनिरोधः ।।७२।। संवरफलं तपोवलमथ तपसो निर्जराफलं दृष्टम् । तस्मात् क्रियानिवृत्तिः क्रियानिवृत्तेरयोगित्वम् ।।७३ ।। योगनिरोधाद् भवसन्ततिक्षयः सन्ततिक्षयान्मोक्षः । तस्मात्कल्याणानां सर्वेषां भाजनं विनयः ।।७४ ।। અર્થ : વિનયનું ફળ શ્રવણ, શ્રવણ [ગુરુ પાસે કરેલા નું ફળ આગમજ્ઞાન, આગમજ્ઞાનનું ફળ વિરતિ નિયમ, વિરતિનું ફળ સંવર આશ્રનિવૃત્તિ કર સંવરનું ફળ તપશક્તિ, તપનું ફળ નિર્જરા, નિર્જરાનું ફળ ક્રિયાનિવૃત્તિ, ક્રિયાનિવૃત્તિથી યોગનિરોધ. ૭૩, યોગનિરોધ થવાથી ભવપરંપરાનાં ક્ષય થાય છે. પરંપરા જન્માદિની ના ક્ષયથી મોક્ષપ્રાપ્તિ થાય છે. માટે સર્વે કલ્યાણનું પરંપરાએ ભાજન વિજ્ય છે. ૭૪ વિવેવન: હવે તમારે શું સાંભળવું છે? પરનિન્દાનાં પારાયણો ઘણાં સાંભળ્યાં, હવે એનાથી કંટાળ્યા છો ને? સ્વપ્રશંસાની ઘણી પ્રશસ્તિઓ સાંભળી, હવે ધરાઈ ગયા છો ને? પરપુગલો, પરપદાર્થો, પરભાવોની ઘણી ઘણી કથાવાર્તાઓ સાંભળી, તૃપ્ત થઈ ગયા છો ને? આ બધું સાંભળીને કેવાં કેવાં કુકર્મોનાં પોટલાં બાંધ્યાં, એનો તમે વિચાર કર્યો છે? એનાં કેવાં દુષ્પરિણામો આવશે, એનું ચિંતન કર્યું છે? બંધ કરો હવે એ બધું સાંભળવાનું. હવે તો એવું શ્રવણ કરો કે અંતઃકરણ તત્ત્વપ્રકાશથી આલોકિત થાય. એવું શ્રવણ કરો કે અન્તરાભદશા પ્રગટે. એવું શ્રવણ કરો કે અનંત અનંત કમની નિર્જરા થઈ જાય. આવું તત્ત્વશ્રવણ તમારે જ્ઞાની ગુરુદેવનાં ચરણોમાં વિનયપૂર્વક બેસીને કરવું પડશે. બસ, તમે તમારા વિનયનાં કામણ કરી ગુરુદેવ ઉપર, તેઓના મુખથી જ્ઞાનગંગા વહેવા માંડશે. વિનયથી રીઝલા ગુરદવ તેમન અગમઅગોચરની વાતો સંભળાવશે. સાકર અને શેરડીથી પણ વધુ મીઠી ગુરવાણી તમારા હૃદયની વિષય-કષાયની કડવાશને દૂર કરી નાંખશે તમારો વિનયબહુમાનભય વ્યવહાર તમને ધર્મશ્રવણની પાત્રતા આપશે. તમે ગુરુદેવ પાસેથી For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy