SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨0 પ્રશમરતિ - વિનય અને ભક્તિથી પ્રસન્ન થયેલા એ પૂજનીય ગુરુદેવ તમને સંબુદ્ધ બનાવી દેશે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં શ્રમણ ભગવંત મહાવીર દેવે કહ્યું છેઃ पूज्जा जस्स पसीयंति संवुद्धा पुव्वसंथुया। पसन्ना लंभइस्संति विउलं अद्वियं सुयं ।। ગ, ૧ તો, ૪૬ સંબુદ્ધ, પૂર્વસંસ્કુત અને પ્રસન્ન પૂજ્ય પુરુષો શિષ્યને વિપુલ શ્રુતજ્ઞાન આપે છે.' ગુરુ સ્વયં શાસ્ત્રજ્ઞ અને મર્મજ્ઞ હોય છે. તેમની પાસે જ્ઞાનનો ભંડાર હોય છે. તે મેળવવા માટે તમારે એમને પ્રસન્ન કરવા પડશે. તે માટે તમારે તે પૂજ્યમાં રહેલા વિશિષ્ટ ગુણોની સ્તવના કરવાની. માત્ર અધ્યયન કરતી વખતે જ નહીં, એ પૂર્વે જ્યારે ગુરુ સ્વસ્થ ચિત્તે બેઠા હોય, કોઈ વિશેષ કાર્યમાં વ્યગ્ર ન હોય ત્યારે તેના ચરમાં બેસીને, તમારા હૃદયમાં રહેલો ભક્તિભાવ શબ્દોમાં વ્યક્ત કરવાનો. એ શબ્દો સહજ અને સ્વાભાવિક જોઈએ. અધ્યયન કરતાં પણ વિનયથી શ્રુતજ્ઞાન ગ્રહણ કરવાનું. ગુતવની આ રીતની સર્વાગ સંપૂર્ણ આરાધનાનું પરંપરાએ ફળ મુક્તિ છે. સંકલ્પ કરીને એ આરાધનામાં આત્માર્થીએ લાગી જવું જોઈએ એમાં સ્થિર થવા માટે તમે “ઉત્તરાધ્યયનસૂત્ર'ના પ્રથમ અધ્યયન વિનયશ્રતનું વારંવાર અનુશીલન કરજો. “દશવૈકાલિક સૂત્ર ના વિનય-અધ્યયનનું પુનઃ પુનઃ ચિંતન કરજો. સાથે સાથે એક સાવધાની રાખજો, અવિનીતોનો પરિચય ન કરશો. અવિનીતોના અવિનયનું અનુકરણ ન કરશો. તમે તમારાં કર્તવ્યોની કેડીએ ચાલતા રહે. સહુ પ્રથમ તો તમારે ગુરુની પસંદગી સમજી વિચારીને કરવી પડશે. જ્યાંથી તમને સદેવ સમ્યગુજ્ઞાનનાં અમીપાન મળતાં રહે, સમ્યગુજ્ઞાન અને સમ્મચારિત્રની આરાધનામાં સતત સસ્પેરણાઓ અને માર્ગદર્શન મળતું રહે. જે ગુરુતત્ત્વની પસંદગીમાં ભૂલથાપ ખાઈ ગયા તો માનવજીવન એળે જશે! धन्यस्योपरि निपतत्यहितसमाचरणधर्मनिर्वापी । गुरुवदनमलयनिसृतो वचनसरसचन्दनस्पर्श: ।।७० ।। અર્થ : અહિતકારી ક્રિયાનુષ્ઠાનના તાપને દૂર કરવા સમર્થ, ગુરુના મુખરૂપ મલયાચલમાંથી નીકળેલા વચનરૂપ ભીનો ચન્દનનો સ્પર્શ, ધન્ય (પુણ્યશાળી) ઉપર પડે છે. For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy