SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિનીત બનો ૧૧૩ ન કરાય. મળેલા અનુકૂળ સંયોગોનો સદુપયોગ કરી લેવાની હોશિયારી હોવી જોઈએ. આ બધી વાતોમાં મહત્ત્વપૂર્ણ વાત છે વીર્યોલ્લાસની, આંતર ઉત્સાહની! હૃદયના ઉલ્લાસની! પ્રવર્ધમાન અધ્યવસાયો જ્યારે હોય ત્યારે ધરખમ ધર્મપુરુષાર્થ ખેડી લેવાનો. કારણ કે વીર્યોલ્લાસ પણ ચંચળ હોય છે! કાયમ ટકતો નથી..... આરોગ્ય હોય, જીવન હોય, બળ હોય અને અનુકૂળ સામગ્રી હોય, છતાં જો વીર્યોલ્લાસ ન હોય, આંતર ઉત્સાહ ન હોય, તો ધર્મપુરુષાર્થ નથી થતો. અલબત્ત, જ્યારે આંતર ઉત્સાહ પ્રગટે છે ત્યારે પ્રમાદ ટકી શકતો નથી અને સહજ ભાવે જ્ઞાનાદિ ધર્મપુરુષાર્થ થતો હોય છે.... કોઈ અવરોધો ટકી શકતા નથી. ઉલ્લાસ-ઉમંગ..... ઉત્સાહ અવરોધોને અવગણી નાંખે છે, વિઘ્નો પર વિજય મેળવે છે અને નિર્ધારિત લક્ષ્ય પહોંચવા જીવને ગતિ આપે છે. વિનીત બનો शास्त्रागमादृते न हितमस्ति न च शास्त्रमस्ति विनयमृते । तस्माच्छाखागमलिप्सुना विनीतेन भवितव्यम् || ६६ ॥ અર્થ : શાસ્ત્રાગમ (શાસ્ત્ર એ જ આગમ) વિના, બીજું કોઈ હિત નથી અને વિનય વિના શાસ્ત્રલાભ નથી, માટે શાસ્ત્રાગમનો લાભ ઇચ્છનારે વિનીત થવું જોઈએ. વિવેષન : જે શાસન કરે તે શાસ્ત્ર કહેવાય. શાસન એટલે ઉપદેશ. જે ઉપદેશ આપે તે શાસ્ત્ર! શાસ્ત્રને જ આગમ કહેવાય છે. સર્વજ્ઞ પરમાત્માના મુખમાંથી અર્થનિર્ગમ થાય છે અને વિશિષ્ટજ્ઞાની ગણધરોના મુખમાંથી સૂત્રનિર્ગમ થાય છે. આ રીતે તીર્થંકર અને ગણધરો પાસેથી પરંપરાએ જે જ્ઞાનનું આગમન થયું તે ‘આગમ' કહેવાયું. 'પરંપરા આાત ત્યાગમઃ'' ‘હવે મારે આત્માનું અહિત નથી કરવું, આત્મહિતની જ આરાધના કરવી છે.' જે મનુષ્ય આત્મહિતસન્મુખ બને છે તે આત્મહિત અંગે ચિંતન કરે છે, આત્મહિતનો માર્ગ શોધે છે, અનન્ત જન્મોથી એ આત્માનું અહિત થતું જુએ છે. વર્તમાન જીવનમાં અહિત ન થઈ જાય, એ માટે સજાગ બને છે, જ્ઞાનદૃષ્ટિ ખુલી ગયા પછી અર્ગોચર તત્ત્વો તરફ આકર્ષણ જન્મે છે. એ ઇન્દ્રિયાતીત તત્ત્વોને સમજવા અને પામવા ‘શાસ્ત્રાગમ' તરફ જુએ છે. કારણ કે એ ઇન્દ્રિયાતીત પોતાનોપરમ તત્ત્વોને પામેલા શ્રેષ્ઠ પુરુષોની રચના છે. એ શાસ્ત્રાગમો સિવાય ક્યાંય સ્પષ્ટ અને સત્ય માર્ગદર્શન મળે નહીં. For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy