SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મસાધકની ચિંતા ૧૧૧ “ગયેલો સમય પાછો મળતો નથી ' આ સત્યને સમજેલા મહાપુરુષો સમયના દુરુપયોગને મોટું નુકસાન માનતા હોય છે. “અપ્રમત્ત જીવનનો આદર્શ સામે રાખીને મોક્ષમાર્ગે ચાલનારા સાધકોને નાનકડો પણ પ્રસાદ શાનો પાલવે? નિદ્રા, વિકથા અને વિષય-કપાયને કટ્ટર દુશ્મન માનનારા સાધકો, એ દુશ્મનો સાથે ક્ષણવાર પણ બેસવાનું શાના પસંદ કરે? ક્યારેક રસ્તામાં એ દુશ્મનાં મળી જાય અને પૂર્વકાળની મૈત્રી યાદ આવી જાય.... તેથી બે ઘડી વાતો કરી લીધી.. હસ લીધું, રમી લીધું.... પરંતુ પછી તુરત જ ભાન આવી જાય છે. આ મિત્ર નહીં, શત્રુ છે!' કે તુરત પોતાનો રસ્તો પકડી લે. પોતાના આત્મભાવમાં પાછો ફરે. થઈ ગયેલી ભૂલ તેને બેચન કરી દે. વ: પ્રમાવો ને?” “મારો કેવો પ્રમાદ?” એ જ્ઞાની છે, શાસ્ત્રજ્ઞ છે. એ જાણે છે કે “દેવલોકનો દેવેન્દ્ર કેમ ન હોય, એના વીતેલા જીવનની પળો એને પાછી મળતી નથી. ગયેલું રાજ્ય પાછું મળી શકે, ગયેલું આરોગ્ય પાછું મળી શકે, ગયેલી ઇજ્જત પાછી મળી શકે. પરંતુ ગયેલી જીવનની પળો પાછી મળતી નથી. માટે જે પળો એની પાસે હોય છે, એ પળનો સદુપયોગ કરવા તે જાગ્રત રહે છે. જીવનની એક એક પળનો એ સમ્યગુ જ્ઞાન-દર્શન અને ચારિત્રમાં વિનિયોગ કરતો રહે છે. એ જ્ઞાનષ્ટિવાળા યોગીપુરુષો એ પણ જાણતા હોય છે કે ભૂતકાળ વીતી ગયો છે, ભવિષ્ય આવવાનું છે, હાથમાં છે. વર્તમાન!” “વર્તમાનની પળ'ને તેઓ અતિ મૂલ્યવાન સમજે છે અને તે “પળની આરાધના કરતાં રહે છે. જે મનુષ્ય વર્તમાન પળનો આરાધક હોય છે તે જ સમગ્ર માનવજીવનની દુર્લભતા સમજનારો છે. માત્ર ભૂતકાળની ભૂલોને યાદ કરી રૂદન કરનારો અને ભવિષ્યની કલ્પનાઓમાં રાચનારો મનુષ્ય માનવજીવનનું મૂલ્ય સમજતો નથી. સદૈવ જાગ્રત આત્મા વર્તમાન પળમાં જીવતો હોય છે. એનું ભૂતકાળનું અવલોકન અને ભવિષ્યકાળનું અનુચિંતન પણ વર્તમાનપળને ચેતનવંતી બનાવવા માટે હોય છે. ધર્મપુરુષાર્થની આરાધના માટે જ જીવન જીવતા મહાપુરુષો, એ ધર્મપુરુષાર્થનાં સાધનો તરફ પણ સજાગ છે. તેઓ જાણતા હોય છે કે આરોગ્ય, આયુષ્ય, બળ, વીર્ય અને સાનુકૂળ સંયોગો હોય ત્યાં સુધી જ ધર્મપુરુષાર્થ થઈ શકે. આ સાધનોની વિનશ્વરતાનું, ક્ષણિકતાનું પણ તેમને પૂરું ભાન હોય છે. ગમે ત્યારે નળનું પાણી આવતું બંધ થાય છે....આવું જાણનારાં સ્ત્રીપુરુષો પાણી ભરી લેવામાં જરાય પ્રમાદ નથી કરતાં! “નળ આવે છે અત્યારે બીજાં For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy