SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મસાધકની ૧૩ વિશેષતાઓ ૧૦૭ તેની વિચારધારા કવી ઉદાત્ત હોય! એ વિચારધારા એની મહાવ્રતપાલનની દઢતાને અને સંસારવંરાગ્યને પરિપુષ્ટ કરનારી જ હોય, ૧૦. સિદ્ધાન્તોમાં ભાવનાજ્ઞાનથી ગુણવત્તા જનાર ? શ્રુતજ્ઞાન, ચિન્તાજ્ઞાન અને ભાવનાત્તાના આગમનાં સૂત્રો અને તેના અર્થગ્રહણ કરવા, એને સ્મૃતિના ભંડારમાં ભરવા, તેનું નામ શ્રુતજ્ઞાન. સ્મૃતિના ભંડારમાં ભરેલા સિદ્ધાન્તોને જ્ઞાનને નય અને પ્રમાણથી કસીને બુદ્ધિગમ્ય કરવું તે ચિત્તાજ્ઞાન અને બુદ્ધિગમ્ય કરેલા સિદ્ધાન્તોને આત્મસાત્ કરી એના પરમાર્થનો પ્રકાશ પામવા તે ભાવનાજ્ઞાન. ભાવનાજ્ઞાન દિવ્ય પ્રકાશરૂપ હોય છે. શબ્દોના અર્થ અને ભાવાર્થથી ખૂબ ખૂબ આગળ.... ખૂબ ઊંડાણમાં જઈને એના પરમાર્થને જ્યારે સાધક આત્મા પામે છે ત્યારે એ અપૂર્વ જ્ઞાનાનંદ અનુભવે છે. જ્ઞાનમાર્ગની સાચી મસ્તી ભાવનાજ્ઞાની માણે છે. સ્વદર્શન-પરદર્શનના સિદ્ધાન્તોની તરતમતા અને ગુણવત્તા એના ચિત્તમાં સ્પષ્ટ થાય છે. માત્ર સિદ્ધાન્તોના શબ્દાર્થ પકડીને “હું જે અર્થ કરું છું એ જ સાચો.' આવો હઠાગ્રહ સેવનારાઓ ભાવનાજ્ઞાનીની દૃષ્ટિમાં કરણાપાત્ર બનતા હોય છે. પૂર, શ્રુતજ્ઞાન પણ જેમની પાસે નથી, વર્તમાનકાળમાં ઉપલબ્ધ આગમોનું પણ જેમની પાસે શ્રુતજ્ઞાન નથી, જે કંઈ શ્રુતજ્ઞાન છે એના ઉપર કોઈ ચિંતાજ્ઞાન નથી અને ભાવનાજ્ઞાનની તો કલ્પના પણ જેમને નથી, તેવા બાલ જીવો માત્ર અહંકારથી ઉન્મત્ત બનીને “હું શાસ્ત્રવિશારદ છું, હું પ્રકાંડ વિદ્વાન છું..... હું શાસ્ત્રજ્ઞ છું...” આવા પ્રલાપ કરે છે. જિનશાસનની વિટંબણા કરનારા આ સાધુવેશધારીઓને કોઈ પૂછનાર પણ નથી કે “તમે કેટલું શ્રુતજ્ઞાન મેળવ્યું છે?' આવા જીવો સિદ્ધાન્તોના પરમાર્થને જાણયા વિના સિદ્ધાંતોની પ્રરુપણ કરી સંસારના ભોળા જીવોને ઉન્માર્ગે દોરે છે. ૧૧. વૈરાગ્ય માર્ગ ઉપર રહેલા : રાગનો કોઈ વલવલાટ નહીં, રાગની કોઈ અગનઝાળ નહીં, રાગનો કોઈ આલાપ નહીં કે વિલાપ નહીં! વૈરાગ્યનો તરવરાટ! વૈરાગ્યની શીતળતા! વૈરાગ્યનું અમૃતપાન! મુનિજીવનનો પ્રાણ એટલે વૈરાગ્ય. મુનિ એ પ્રાણનાં જતન કમર કસીને કરે. વિરતિધર્મ જુદો અને વૈરાગ્યધર્મ જુદો. વિરતિધર્મ પામ્યા પછી વૈરાગ્યને પુષ્ટ કરવા માટે મુનિ મન-વચન-કાયાથી મચી પડે. ગમે તેવાં રાગનાં પ્રબળ નિમિત્તે એની સામે આવે, વૈરાગી મુનિરાજ ઉપર For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy