SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૬ પાંપણે બાંધ્યું પાણિયારું ગુણાનુરાગ નહતો, પ્રમોદભાવ નહોતો, સંગાની તપશ્ચર્યાની પ્રશંસા કરવી તો દૂર રહી, એની પ્રશંસા ન થાય, એનો વિચાર કરવા લાગી. ગંગાસેનાના મનમાં એક ભયંકર વિચાર આવ્યો. તેણે નગરની સ્ત્રીઓ સમક્ષ વાત કરવા માંડી : “આ સંગા તો રાક્ષસી છે! રાત્રે તે માંસભક્ષણ કરે છે અને દિવસે તપ કરે છે...' વાત વાયુવેગે નગરમાં પ્રસરી ગઈ. સંગાના કાને પણ વાત આવી, પરંતુ તે મૌન રહી. સંગા પાસે જ્ઞાનદૃષ્ટિ હતી. તેણે જરાય પ્રતિકાર ન કર્યો, જરાય રોષ ન કર્યો.... પોતાનાં જ પાપકર્મનો દોષ જોયો. ખૂબ સમતાભાવે તેણે ઉપવાસ પૂરા કર્યા. સમય વીતી ગયો. ગંગાસેનાએ ક્યારેય પોતાની ભૂલનો સ્વીકાર ન કર્યો. ક્યારેય સંગાની ક્ષમા ન માંગી.... આયુષ્ય પૂરું થતાં એનું મૃત્યુ થયું. મરીને તે આ સંસારની અનેક દુર્ગતિઓમાં ભટકી. વળી એ જ ગંગાપુરમાં રાજપુત્રી થઈ. યૌવનમાં આવી. સાધ્વીજીનો સંયોગ થતાં સંસાર પ્રત્યે વૈરાગ્ય પ્રગટ્યો... એણે ચારિત્રધર્મ સ્વીકાર્યો, સાધ્વી બની ગઈ. સાધ્વી જીવનમાં તે કષાયો પર વિજય ન મેળવી શકી. ક્રોધકષાયને પરવશ પડી મૃત્યુ સમયે પણ આત્મનિરીક્ષણ ન કરી શકીએ કરેલા કષાયની આલોચના ન કરી. પ્રાયશ્ચિત્ત ન કર્યું... મરીને તે બીજા દેવલોકમાં ઇશાનેન્દ્રની રાણી બની. દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરીને, તે હરિષણ રાજર્ષિની રાણી પ્રીતિમતિની કૂખે પુત્રી તરીકે જન્મી... તેનું નામ ઋષિદત્તા! હે ભદ્ર! તારા પર “રાક્ષસી' તરીકેનું કલંક શાથી આવ્યું, તે તું હવે સમજી હશે.” | ઋષિદત્તા પોતાના પૂર્વભવનો વૃત્તાંત સાંભળીને સ્તબ્ધ થઈ ગઈ. એને ત્યાં જ જાતિસ્મરણ જ્ઞાન થઈ ગયું. તેણે સ્વયં પોતાના પૂર્વભવ જોયા. જે પ્રમાણે આચાર્યશ્રી ભદ્રયશાચાર્યે એના ભવો બતાવ્યા હતા, તે જ પ્રમાણે એણે પોતાના ભવો જોયા.... તેનું મન સંસારનાં સુખો તરફ વિરક્ત બની ગયું. મારું મન પણ અત્યંત વિરાગી બની ગયું. આચાર્યદેવને પુનઃ વંદના કરી અને રાજમહેલે આવ્યાં. ભોજનાદિથી નિવૃત્ત થઈ, મેં ઋષિદત્તાને કહ્યું : “દેવી, કાવેરીથી સિંહરથકુમારને અને રુક્મિણીને For Private And Personal Use Only
SR No.008918
Book TitlePapane Bandhyu Paniyaru
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2009
Total Pages163
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy